મોટા સમાચાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપી મોટી ભેટ, હવે નહિ જોવા મળે આ વસ્તુની ઘટ

ગુજરાત(Gujarat): ગુરુવાર એટલે કે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના દ્વારા ગુજરાત રાજ્યમાં વિવિધ વિસ્તારમાં અલગ અલગ વિકાસના કામોનું ઈ-લોકાર્પણ(E-Dedication) કરવામાં આવ્યું છે. જેમાં ખાસ…

ગુજરાત(Gujarat): ગુરુવાર એટલે કે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના દ્વારા ગુજરાત રાજ્યમાં વિવિધ વિસ્તારમાં અલગ અલગ વિકાસના કામોનું ઈ-લોકાર્પણ(E-Dedication) કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં જે ઓક્સિજન(Oxygen)ની અછત સર્જાઈ હતી તેને લઈને આજે વિવિધ જિલ્લાઓમાં ઓક્સિજન પ્લાન્ટ(Oxygen plant) સ્થાપવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરની સોલા હોસ્પિટલમાં પણ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તે સીવાય આજે ભરૂચમાં પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ સહિત તમામ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઓક્સિજન પ્લાન્ટ 80 લાખના ખર્ચે પ્રધાનમંત્રી કેર્સ ફંડમાંથી બનાવામાં આવ્યો છે.

કુલ 18 PSA પ્લાન્ટનું કરવામાં આવ્યું છે લોકાર્પણ:
અમે તમને જણાવી દઈએ કે, આજે રાજ્યમાં કુલ 18 PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે કોરોના સંક્રમણ તેમજ ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં 261 ઓક્સિજન પ્લાન્ટનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેથી લોકોને ઓક્સીજનની અછત સર્જાય તો લોકોને મુશ્કેલી ન વેઠવી પડે.

PM કેર ફંડ અંતર્ગત ઓક્સીજન પ્લાન્ટનું કરવામાં આવ્યા લોકાર્પણ:
PM કેર ફંડ હેઠળ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં તેમજ સુરત શહેર સિવાય ભરૂચ, પાટણ અને થરાદ, અને પાલનપુરમાં પણ ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. તે સિવાય ખેડબ્રહ્મા, ભિલોડા, માણસા તેમજ વડનરમાં પણ ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે જ ગોધરા સંતરામપુર અને ગરુડેશ્વરમાં પણ નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે અને તેનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.

કુલ 261 ઓક્સીજન પ્લાન્ટની કરવામાં આવી છે સ્થાપના:
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ આજે ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે જ અમદાવાદ શહેરમાં આવેલ સોલા સિવિલમાં પણ નવા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમે તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં કુલ 261 જેટલા ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. જેમા 204 મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા સાથે 261ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *