રાજકોટ-અમદાવાદ હાઇવે પર 4 વાહનોનો ગોઝારો અકસ્માત, 14 લોકો….. – જુઓ ભયંકર ફોટા

રાજકોટ અમદાવાદ હાઈવે પર ચાર વાહનો વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બે કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. કાર પાછળ મિની બસ, તેની પાછળ ટ્રક અને ટ્રક પાછળ સ્લિપર કોચ ખાનગી બસ ઘુસી જતા મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં બસના આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો અને તેમાં બેઠેલા 14 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. બસના ડ્રાઈવર તેમજ મુસાફરોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અકસ્માતને પગલે રોડની બંને સાઇડ વાહનોની લાંબી કતારો જામી ગઇ હતી.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોના નામ

ગોકળભાઇ માદડીયા (ઉ.70-રહે. વેકરી ગોંડલ),

ચિમનભાઇ પીપળીયા (ઉ.65-રહે. સુરત),

હેમીબેન ગજેરા (ઉ.70-રહે. રવની તા. વંથલી),

લાલજીભાઇ ગજેરા (ઉ.75-રહે. રવની),

મકબુલભાઇ મહમદહુશેન પઠાણ (ઉ.૫૨-રહે. અંકલેશ્વર),

મોંઘીલાલ ચુનિલાલ સુથાર (ઉ.55-રહે. રાજસ્થાન),

જીજ્ઞેશ વિમલભાઇ ઘેડીયા (રહે. જામકલ્યાણપુર),

સુરેશભાઇ નંદલાલ (ઉ.55),

ગીતાબેન સુરેશભાઇ (ઉ.50),

કિરીટભાઇ ભગવાનજીભાઇ (ઉ45),

પ્રફુલભાઇ શાંતિલાલ,

સંગીતાબેન પ્રફુલભાઇ મકવાણા (ઉ.42)

બસના ડ્રાઇવર મહેશભાઇ પાલીવાર (ઉ.વ.35).

આ ઘટનામાં તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી. ઈજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. પહેલી નજરે જોનાર આ દુર્ઘટનામાં કોઈના પણ હોંશ ઉડી શકે છે.

આ વિશે મળતી માહિતી અનુસાર, રાજકોટ-અમદવાદ હાઇવે ઉપર માલિયાસણ ગામ પાસે આજે વહેલી સવારે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ખાનગી બસમાં બેઠેલા 14 જેટલા લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. જેથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ પણ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *