ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ નાપાસ થવાની બીકે કર્યો આપઘાત, તમારા બાળકો પણ…..

ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે નવસારી જિલ્લામાંથી એક વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યુ છે. નવસારીના વાંસદા નાં મોટી વાલઝર ગામના યુવાને 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાની બીકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.

આ ઘટનામાં નવસારીમાં ધો.12 સાયન્સના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો કેસ સામે આવ્યો છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે. મહુવાના તરકાણીના જંગલમાં આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, અગાઉ બોર્ડની પરીક્ષામાં 2 વખત નાપાસ થયો હોવાથી વિદ્યાર્થીએ ફરી નાપાસ થવાના ડરથી આપઘાત કર્યાનું પરિવારનું અનુમાન છે

આ સમગ્ર ઘટના એમ છે કે, નવસારી જિલ્લાના વાસંદા આદિવાસી વિસ્તારમાં મોટી વાલઝર ગામ આવેલું છે. નવસારીમાં ધો.12 સાયન્સના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો કેસ સામે આવ્યો છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે. મહુવાના તરકાણીના જંગલમાં આપઘાત કરતા લોકોમાં ચકચાર મચી ગઈ છે. આ યુવકના પરિવારજનોનાં જણાવ્યા મુજબ, આત્મહત્યા કરનાર વિદ્યાર્થી ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી રહ્યો હતો અને અગાઉ બે વાર નાપાસ થયો હતો. પરિવારજનોને આશંકા છે કે, વિદ્યાર્થીએ નાપાસ થવાની બીકે અંતિમ પગલું ભર્યુ હતું. આ ઘટના દરમિયાન, વાંસદાના તરકાણીના જંગલમાંથી વિદ્યાર્થીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા લોકોમાં ચકચાર મચી ગઈ હતી.

યુવકના પરિવારજનોનાં જણાવ્યા મુજબ, આ વિદ્યાર્થી બાઇક ચલાવવાનો ખુબ જ શોખીન હતો. તેણે સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટ પરથી સ્પોર્ટ્સ બાઇક સાથે અનેક તસવીરો શેર કરી હતી. આ વિદ્યાર્થી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતો હતો. તેના વર્તન પરથી તે આ પ્રકારનું અંતિમ પગલું ભરશે તેવું પરિવારજનો કલ્પી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *