ગુજરાત(Gujarat): બિહાર(Bihar)ની 4 હાથ અને 4 પગ સાથે જન્મેલી બાળકીનું કિરણ હોસ્પિટલ(Kiran Hospital)માં સફળ ઓપરેશન(Successful operation) કરવામાં આવ્યું હતું. બાળકીના ઓપરેશનનો તમામ ખર્ચો સોનુ સુદ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. અઢી વર્ષની બાળકી ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની વતની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકીને સોનુ સૂદના કહેવા પર 30મી મેના રોજ સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સૌ પ્રથમ તો ડોક્ટરોની ટીમ દ્વારા ચહુંમુખીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.
સોશિયલ મીડિયા પર બાળકીનો ફોટો વાયરલ થયો હતો:
અમે તમને જણાવી દઈએ કે, બાળકીને 4 પગ, 4 હાથ છે અને પરિવાર પાસે સારવાર માટે રૂપિયા ન હોવાની વાત સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી અને આ વાત સોનુ સુદ સુધી પહોંચી હતી. જેને ધ્યાનમાં લઈને સોનુ સૂદે બાળકના ઓપરેશનની જવાબદારી ઉઠાવી હતી અને બાળકીની સફળ સર્જરી કરવામાં આવી છે.
હવે સામાન્ય બાળકની જેમ થઈ જશે દીકરી:
હોસ્પિટલના ડોક્ટરે જણાવતા કહ્યું હતું કે, બાળકીને હજુ થોડા દિવસ માટે હોસ્પિટલમાં જ રહેવું પડશે. ત્યાર પછી તે એક સામાન્ય બાળકીની જેમ હોસ્પિટલમાંથી રજા મળશે અને સામાન્ય બાળકોની જેમ જીવન જીવી શકશે. કલાકોના ઓપરેશન બાદ તેનુ સફળ ઓપરેશન થઇ શક્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.