Rajkot News: રાજકોટમાંથી(Rajkot News) વાલીઓ માટે ચેતવણી સમાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઘંટેશ્વર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગના સ્વિમિંગ પૂલમાં બિલ્ડિંગના ચોંકીદારનું 4 વર્ષનું બાળક પડી જતાં માસૂમનું મોત નીપજ્યું છે. આ હચમચાવે એવી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
ચોકીદાર પરિવારના બાળકનું મોત
બિલ્ડિંગના ચોકીદાર પરિવારના બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. લોકેશ વિશ્વકર્મા નામના નેપાળી પરિવાર ચોંકીદારી કરી ગુજરાન ચલાવે છે. દરમિયાન, ગઈકાલે સાંજે નેપાળી પરિવારનું 4 વર્ષનું બાળક લોકેશ વિશ્વકર્મા રમતા રમતા એપાર્ટમેન્ટના સ્વિમિંગ પુલ પાસે ગયું હતું અને અચાનક તેનો પગ લપસી જતાં તે સ્વિમિંગ પુલમાં પડ્યું હતું. જો કે, જે તે સમયે ઘટના સ્થળે કોઈ ન હોવાથી માસૂમ બાળકનું પાણીમાં ડૂબી જતાં કરૂણ મોત નીપજ્યું હતું. સ્વિમિંગ પૂલમાં બાળકનો તરતો મૃતદેહ જોઈ સ્થાનિકો દ્વારા તાત્કાલિક તેને બહાર કાઢી ઇમરજન્સી સર્વિસ 108 ને કોલ કરી બોલાવી હતી. 108 એમ્બ્યુન્સના સ્ટાફે બાળકની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યા હતો. બાળકના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છે.
ઘટનાનાં સીસીટીવી આવ્યા સામે
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવ્યા મુજબ, મૃતક બાળક 4 વર્ષનું હતું અને તેનું નામ લોકેશ વિશ્વકર્મા હતું. બાળકનો પરિવાર નેપાળથી ગુજરાત ગુજરાન માટે આવ્યો હતો. 4 વર્ષીય માસૂમ બાળકનું અચાનક મોત થતાં એપોર્ટમેન્ટનાં રહેવાસીઓમાં પણ અરેરાટી વ્યાપી છે.
બાળકને સૂતાં-સૂતાં કોઈ વસ્તુ ખવડાવવી જોઈએ નહીં
બાળકોમાં સૌથી વધુ 3થી 5 વર્ષનાં બાળકોમાં સીંગદાણા, ચણા, રમકડામાં આવતો નાનો એલઇડી બલ્બ, સ્ક્રૂ, પથ્થર જેવી વસ્તુઓ કાઢવાનાં પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં 12થી 15 અને અન્ય વિભાગોમાં મળીને 50 કેસમાં 10માંથી 7 કિસ્સામાં સીંગદાણા કે તેનો ટુકડો હોય છે. જેથી પરિજનોએ નાના બાળકને આવી વસ્તુ ન રમે તેની તકેદારી રાખવી, સૂતા સૂતા, રમતા રમતા બાળકને ક્યારેય કંઈ ખવડાવવું જોઈએ નહીં.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App