ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)ના ડભોઇ(Dabhoi) તાલુકાના સિતપુર અને ધરમપૂરી વચ્ચે ઓવરલોડ રેતી ભરી બેફામ રીતે દોડી રહેલા હાઈવા ટ્રકે શુક્રવારના રોજ એક બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત(Accident)માં બાઈક સવાર 4 વર્ષના ભત્રીજાને ગંભીર ઇજાઓ થવાને કારણે વડોદરા કાશીબા હોસ્પિટલ(Kashiba Hospital) ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેનું થોડી સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, ડભોઇના ચનવાડા ગામનો યુવક સુનિલભાઈ વણકર પોતાના 4 વર્ષના ભત્રીજા ભવ્યકુમાર વણકર સાથે બેસી બાઈક પર ડભોઇ ખરીદી કરવા માટે જઈ રહ્યો હતો. તે અરસામાં ધરમપૂરી અને સિતપૂર વચ્ચે જૂની માંગરોળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ઓવરલોડ રેતી ભરેલા ટ્રકના ચાલકે યુવકની બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને બાઇકને અંદાજે અડધો કિલોમીટર જેટલી ઘસડી ગયો હતો.
આ અકસ્માતમાં સુનિલભાઈનું સ્થળે મોત નીપજયું હતું અને જ્યારે 4 વર્ષના ભવ્યને ગંભીર ઇજાઓ થવાને કારણે વડોદરા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. જ્યાં 4 વર્ષીય ભવ્યનું 3-4 કલાકની ટૂંકી સારવાર પછી મોત થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.