4 વર્ષની માસુમ બાળકી પર તૂટી પડી ગાય, ચોકલેટ લેવા જતી હતી ત્યાં… જુઓ હચમચાવી દેતા CCTV

રાજસ્થાનમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે અવી છે. એક માસુમ બાળકી પર ગાયના જીવલેણ હુમલાનો હચમચાવી દે તેવો એક…

રાજસ્થાનમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે અવી છે. એક માસુમ બાળકી પર ગાયના જીવલેણ હુમલાનો હચમચાવી દે તેવો એક વીડિયો હાલ પ્રકાશમાં આવ્યો છે. પોતાના ભાઈ સાથે ચોકલેટ લેવા માટે ગયેલી 4 વર્ષની માસુમ બાળકી પર એક ગાયે જીવલેણ હુમલો કર્યો હતો. 4 વર્ષની માસુમ બાળકીને જમીન પર પછાડીને ગાય બાળકીને શિંગડાથી ઢસડી રહી હતી. આસપાસના લોકો આ દરમિયાન લાકડીઓ લઈને બાળકીને બચાવવા માટે દોડી આવ્યા હતા, પરંતુ ગાયે ઘણીવાર સુધી બાળકીને કચડતી રહી હતી.

આ સમગ્ર ઘટના રવિવારે બપોરે લગભગ બે વાગ્યે અનુપગઢના બિકાનેર રોડ પાસે પાયલ સ્ટુડિયોની સામેની ગલીમાં બની હતી. ત્યાં મોજુદ લોકો સાથે વાવત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભગવાનની કૃપાથી 4 વર્ષની માસુમ બાળકીનો બચાવ થયો છે. લોકોએ જણાવ્યું કે, જો એક ક્ષણનો પણ વિલંબ થયો હોત તો બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો હોત.

મળેલી માહિતી અનુસાર ચાર વર્ષની સાન્વી તેના સાત વર્ષના ભાઈ નમન સાથે ચોકલેટ લેવા માટે દુકાને જઈ રહી હતી. બંને ભાઈ બહેન દુકાનમાંથી ચોકલેટ લઈને બહાર આવ્યા કે તરત જ ત્યાં બે ગાયો ઊભી હતી, તેમાંથી એક ગાયે બાળકી સાન્વી પર હુમલો કર્યો હતો. બન્ને બાળકોએ ભાગવાનો પ્રયાસ કર્યો પણ કર્યો હતો, પરંતુ ગાયે બાળકીને પછાડી દીધી હતી. ગાય પગ અને શિંગડા વડે બાળકીને કચડી રહી હતી.

આ ઘટના સર્જાય ત્યારે આજુબાજુના દુકાનદારો લાકડીઓ લઈને બાળકીને બચાવા માટે બહાર આવ્યા હતા. ગાયે બચાવવા માટે ગયેલા લોકો પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ કોઈ રીતે લાકડીઓ વડે ગાયને ભગાડીને બાળકીનો જીવ બચાવી લીધો હતો.

જયારે બાળકીને તેડીને લોકો દુકાનની અંદર દોડી ગયા ત્યારે ગાયે પણ દુકાનની અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બાળકીને તાત્કાલિક અનુપગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. ત્યાર બાળ સમગ્ર ઘટના વિષે સંબંધીઓને પણ જાણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *