સરકારી નોકરી ન મળતા યુવકે કર્યું અગ્નિસ્નાન! આ કારણે વારંવાર પરીક્ષામાં થતો હતો ફેઈલ

સમગ્ર દેશમાં આપઘાતના બનાવોમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે, લોકોના જીવનમાં થોડી સમસ્યા આવે એટલે તેની સામે લડવાને બદલે જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય કરતા હોય છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના રાજસ્થાનમાં આવેલા ડુંગરપુર માંથી સામે આવી છે. 

સરકારી નોકરી ન મળતાં ડુંગરપુરના યુવકે આપઘાત કરી લીધો હતો. તેણે પોતાની ઉપર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. તે 60 ટકાથી વધુ દાઝી ગયો હતો ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મળેલી માહિતી અનુસાર ઘણા સમયથી તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. પરીક્ષામાં વારંવાર નાપાસ થવાને કારણે તણાવમાં રહેતો હતો. 

દોવડા પોલીસ સ્ટેશનના અધિકારી હેમંત સિંહ ચૌહાણે જણાવ્યું કે, નૌખના રહેવાસી કચરા રોત (ઉંમર વર્ષ 73) પુત્ર નાનજી રોટે રિપોર્ટ આપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમના પુત્ર કિશનલાલ રોત (ઉંમર વર્ષ 30)એ 2014માં B.Ed કર્યું હતું અને તે શિક્ષક ભરતી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. તે ભૂતકાળમાં જયપુર અને ઉદયપુરની પરીક્ષા આપવા ગયો હતો, પરંતુ પાસ થયો ન હતો.

જેના કારણે કિશનલાલ તણાવમાં હતા. શનિવારે સવારે 6 વાગ્યે તેઓ ઘરેથી નીકળ્યા હતા અને ગામથી લગભગ 10 કિલોમીટરના અંતરે આવેલા બાટીકડા પહોંચ્યા હતા. બપોરે ત્રણેક વાગ્યાની આસ-પાસ તેણે બાટીકડા ગામે પોતાના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં તેનું 60 ટકા શરીર દાઝી ગયું હતું અને ત્યારબાદ તેને ડુંગરપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

ગંભીર હાલતમાં દાઝી ગયેલા કિશનલાલને લોકોએ ડુંગરપુરની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ પછી સંબંધીઓને જાણ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન શનિવારે મોડી રાત્રે કિશનલાલનું મોત થયું હતું. સંબંધીઓએ આ અંગે દોવડા પોલીસ મથકે જાણ કરી હતી. મળેલી માહિતી અનુસાર કિશનલાલનો મોટો ભાઈ ગુજરાતમાં મજૂરી કામ કરે છે, પિતા ખેતી કરે છે, તેની બે નાની બહેનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *