છેલ્લા ઘણા સમયથી ડૂબવાને કારણે મોતની સંખ્યા ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, અરવલ્લી(Aravalli) જિલ્લામાં ભિલોડા (Bhiloda)ના શિલાદ્રી(Shiladri) પાસે ચાર યુવકો નદીમાં ડૂબી જતાં ચારેયના મોત નિપજ્યાં છે. આ દુર્ઘટનાને લઈને સમગ્ર પંથક શોકના સાગરમાં ડૂબ્યો છે. બુઢેલી નદીમાં ન્હાવા જતી વેળાએ કરુણ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી:
મળતી માહિતી અનુસાર, ભિલોડાના શિલાદ્રી ગામે એક સાથે ચાર યુવકો નહાવા પડ્યા હતા. આ દરમિયાન ઉંડા પાણીમાં ચારેય મિત્રો ગરકાવ થઈ ગયા હતા. જેને લઈને ચારેય એક સાથે મોતને ભેટયા હતા. આ અંગે સ્થાનિક લોકો દ્વારા સબંધિત તંત્રને જાણ કરવામાં આવી હતી. આથી ફાયર અને પોલીસ સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે શોધખોળ બાદ ચારેયના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામ આવ્યાં હતાં. જેના કારણે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમજ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં મોટી દુર્ઘટનાથી પરિવારજનોમાં આક્રંદ:
જાણવા મળ્યું છે કે, મૃતકો શિલાદ્રી ગામના રહેવાસી છે. એક સાથે એક જ ગામના ચાર યુવકોના મૃત્યુના સમાચાર સાંભળી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અસારી પ્રિતેશ પોપટભાઈ, અસારી રામેશ્વર અશોકભાઈ અને અસારી દિલખુશ વિપુલભાઈ તથા બાંગા કલ્પેશ અર્જુનભાઈના મોત નિપજતા પરિવારજનોમાથે આભ તૂટી પડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.