દક્ષિણ આફ્રિકા(South Africa) કોરોના(Corona) જેવી આફતમાંથી બહાર આવવાનું જ શરૂ કરી રહ્યું હતું કે અહીં બીજી આફત શરૂ થઈ ગઈ છે. હવે દક્ષિણ આફ્રિકા પૂર (Flood)ની ઝપેટમાં છે. ક્વાઝુલુ-નાતાલ પ્રાંત(KwaZulu-Natal Province) અને ડરબન (Durban)માં પૂરથી મૃત્યુઆંક વધીને 443 થઈ ગયો છે. લગભગ ચાર હજાર ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. 40 હજાર લોકો બેઘર છે અને 13,500 ઘરોને નુકસાન થયું છે, આ સિવાય 58 હોસ્પિટલો (Hospital)ને પણ નુકસાન થયું છે. નેટકેર 911 કંપનીના શોન હર્બસ્ટે જણાવ્યું હતું કે, “દુઃખની વાત છે કે, હજુ પણ ઘરોમાંથી મૃતદેહો મળી રહ્યા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વધુ મૃતદેહો મળી રહ્યા છે.”
ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન:
પૂરને કારણે દક્ષિણ આફ્રિકાના ઘણા શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે અહીં રસ્તા, શાળા, વીજળી, સરકારી ઈમારતોને ખુબ જ નુકસાન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પ્રાંતના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. મળતી માહિતી મુજબ પૂરના કારણે અત્યાર સુધીમાં 63 લોકો લાપતા છે.
ચાર હજાર લોકોને રાહત કાર્યમાં લગાવવામાં આવ્યા હતા:
દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા શહેર ડરબનમાં પૂરના કારણે બધું તબાહ થઈ ગયું છે. અહીં પણ શાળાઓ, રસ્તાઓ, મકાનોને ઘણું નુકસાન થયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચાર હજાર લોકો રાહત કાર્યમાં લાગેલા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓએ તેમના જીવનમાં આનાથી વધુ ભયાનક પૂર ક્યારેય જોયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.