અહિયાં 450થી પણ વધુ દુકાનો આગમાં બળીને ખાખ, દુર દુરથી દેખાયા ભયંકર દ્રશ્યો- જુઓ વિડીયો

શુક્રવારે રાત્રે પુનાના કેમ્પ વિસ્તારમાં આવેલા ફેશન સ્ટ્રીટ માર્કેટની દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. જાણવા મળ્યું છે કે, અહીં નાની-મોટી કપડાની 450 જેટલી દુકાનો એકબીજા સાથે જોડાયેલી છે. એવામાં અચાનક લાગેલી ભીષણ આગ માર્કેટની દુકાનમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી.

લગભગ 400 જેટલી દુકાનો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે. ગઈકાલ સુધી જ્યાં શાનદાર દુકાનો હતી, હવે ફક્ત રાખનાં ઢગલા જોવા મળ્યા છે. આ ઘટનાની દુ:ખ ભરી વાત તે છે કે, આગ બુઝાવવા પહોંચેલા ફાયર બ્રિગેડના અધિકારી પ્રકાશ હસબે ઇજાગ્રસ્ત થયા હતા અને શનિવારે સવારે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

પુણે ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે રાત્રે 11 વાગે લાગેલી આગ પર લગભગ 1 વાગ્યે ફાયરની ટીમે કાબૂ મેળવી લીધો હતો. જાણવા મળ્યું છે કે, આ આગમાં ફેરિયાઓ અને દુકાનના માલિકોને કરોડોનું નુકશાન થયું છે. આ એ જ ફેશન સ્ટ્રીટ માર્કેટ છે જ્યાં મોટા પ્રમાણમાં પુણેનાં લોકો ખરીદી કરવા માટે આવે છે.

આ માર્કેટ મિની માર્કેટ તરીકે પણ ઓળખાય છે. આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં જ ફાયરની 10થી વધુ ગાડીઓ લઈને ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ​​​​​​​ઘટનાસ્થળે હાજર એક વેપારીએ જણાવ્યુ હતું કે, તેની દુકાનમાં આગ લાગી હતી તેને શુક્રવારે જ 15 લાખનો માલ દુકાનમાં ભર્યો હતો.

આ ઉપરાંત પુણે ફાયર અધિકારી પ્રશાંત રાનિપ દ્વારા જાણવા મળ્યું હતું કે, ઘટનાસ્થળે લગભગ 16 ફાયર ટેન્કર અને 2 પાણીના ટેન્કર પહોંચ્યા હતા. મોડી રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘટનાસ્થળ પર 10 અધિકારીઓએ સહિત 60 ફાયરના કર્મચારીઓ પણ ઉપસ્થિત હતા.

પુણે કેંટોનમેન્ટ બોર્ડના સીઇઓ અમિત કુમારે જણાવ્યુ હતું કે, અચાનક ભીષણ આગ લાગવાથી સમગ્ર ફેશન સ્ટ્રીટ સળગીને ખાખ થઈ ગઈ છે. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે જે શિવાજી માર્કેટની ઘટના બાદ ફરીથી બની છે. ફેશન સ્ટ્રીટ પર આગ સુરક્ષાનો મુદ્દો તંત્ર સામે હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *