હાલમાં ગુજરાત વિધાનસભામાં મગફળી (Peanuts)ની ખરીદી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી. વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન પરેશ ધાનાણીએ આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, ખરીદી કેન્દ્રો પરથી ખેડૂતોને તેમ કહીને કાઢી મુકવામાં આવે છે કે, તેઓ જે મગફળી વેચવા માટે આવ્યા છે તેમાં મોટા પ્રમાણમાં કાંકરા છે.
પરેશ ધનાણીએએ કહ્યું કે, ખરીદી નહી થવાના કારણે ખેડૂતો પછી તેને પરત નથી લઇ જતા અને યાર્ડ પર જ જે પણ ભાવ આવે તેમાં વેચવા માટે મજબુર બને છે. જેનો ભરપુર ફાયદો વચેટિયાઓ ઉઠાવે છે અને પાણીના ભાવે ખેડૂતોની જણસ ખરીદીને ખુબ જ ઉંચા ભાવે ખરીદે છે. કોંગ્રેસ (Congress) નેતાએ કહ્યું કે, તમે (ભાજપ) આ મગફળી કૌભાંડમાં સંડોવાયેલા છો.
કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપવા ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉભા થયા હતા. રૂપાણીએ કહ્યું કે, માત્ર બે ખેડૂતો પાછા ગયા છે. ખેડૂતો દ્વારા ખરીદી અંગે કોઇ ફરિયાદ કરવામાં આવી નથી. માત્ર તમને તકલીફ છે એટલે ખોટી ફરિયાદ કરો છો. MSP ની રકમ સીધી જ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. મગફળીમાં કાંકરા નીકળવાના પ્રકરણની અમે ન્યાયિક કમિશન રચીને ફરિયાદ કરાવી તો તમારા કોંગ્રેસના કાર્યકરો જ પકડાયા છે. અમે તમામ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરી છે. જોકે, પરેશ ધાનાણી આક્રોશમાં બોલવા લાગતાં અધ્યક્ષે આદેશ આપી ધાનાણીને બેસાડવા પડ્યા હતા.
આ ઉપરાંત વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું કે, રાજ્ય સરકાર નહી પરંતુ સીધી કેન્દ્ર સરકારની એજન્સી નાફેડ દ્વારા ખેડૂતોની ઉપજ ખરીદવામાં આવે છે. પરંતુ ખેડૂતો મુદ્દે કોંગ્રેસ દ્વારા તો માત્ર રાજનીતિ જ કરવામાં આવી રહી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો હતો કે માલ વેચવા ગયેલા ખેડૂતોને સેન્ટર પરથી પાછા કાઢવામાં આવે છે. ખેડૂતોને તેમની મગફળીના પુરા નાણા મળતા નથી, બારદાનમાં માટી ને કાંકરા નીકળે છે. આ મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો પણ મચાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle