દેશમાં બાળ શોષણ (Child exploitation)ના સતત વધી રહેલા કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરતા, DMK નેતા તિરુચિ શિવા (DMK leader Tiruchi Shiva)એ રાજ્યસભામાં ભાર મૂક્યો હતો કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં જાગૃતિ લાવવા માટે શાળાઓ (Schools)માં નિયમિતપણે વર્કશોપનું આયોજન કરવું જોઈએ. શૂન્યકાળ દરમિયાન રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવતા, DMK સાંસદ તિરુચિ શિવાએ જણાવ્યું હતું કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના અહેવાલ મુજબ, 2018 અને 2020 વચ્ચે ‘પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ-પોક્સો એક્ટ(Protection of Children from Sexual Offenses-Pox Act)’ એક્ટ હેઠળ લગભગ 40,000 કેસ નોંધાયા છે.
ડીએમકેના સાંસદ તિરુચિ સિવાએ કહ્યું કે આ નોંધાયેલા કેસો છે અને એવા ઘણા કેસ છે જે નોંધાયા પણ નથી. કોવિડ રોગચાળાના સમયગાળા દરમિયાન 2020 માં બાળકોના જાતીય શોષણના કેસોની સંખ્યામાં ઘટાડો થયો હતો પરંતુ હવે તે ફરીથી વધવા લાગ્યો છે. શિવે કહ્યું કે, ‘આપણા સમાજમાં બાળકો ખૂબ નબળા હોય છે. તેમની સામે આ પ્રકારનું યૌન શોષણ તેમને શારીરિક અને માનસિક રીતે ઘણી અસર કરે છે અને કેટલીકવાર એવી દર્દનાક યાદો આપે છે, જેને બાળકો આખી જિંદગી ભૂલી શકતા નથી.’
DMK સાંસદ તિરુચિ શિવાએ કહ્યું કે મોટાભાગની ભારતીય શાળાઓમાં કા તો આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કોઈ સિસ્ટમ નથી. અને જો તેઓ આવો કોઈ પ્રયાસ કરે તો પણ મોટાભાગના વિદ્યાર્થીઓને આ કાયદાની જરા પણ જાણ હોતી નથી. આ રીતે આ બહુ ગંભીર મુદ્દો છે. બાળકોને શોષણથી બચાવવાની સિસ્ટમમાં રહેલી નબળાઈઓને તાત્કાલિક ગંભીરતાથી દૂર કરવી જોઈએ. દરેક શાળાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે નિયમિત વર્કશોપ યોજવાનું ફરજિયાત બનાવવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની જરૂર છે. તેઓમાં આ અંગે જાગૃતિ હોવી જોઈએ અને તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આ અંગે જાગૃત કરવા જોઈએ. અન્ય પક્ષોના કેટલાક સાંસદોએ આ મુદ્દે ડીએમકેના સાંસદ તિરુચી શિવાને સમર્થન આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.