LIVE હીટ એન્ડ રન: પુરપાટ ઝડપે આવતી થારે રસ્તા પર જતા વ્યક્તિને કચડયો- મળ્યું દર્દનાક મોત

દિલ્હી (Delhi)માં હાલમાં જ એક ભયંકર અકસ્માત (Accident)ના સમાચાર મળી આવ્યા છે. અહી, નવી દિલ્હી (New Delhi)ના જનપથ વિસ્તારમાં એક પુરપાટ ઝડપે આવી રહેલા થાર(Thar) વાહને રસ્તાના કિનારે ચાલતા એક વ્યક્તિને કચડી નાખ્યો હતો. ગંભીર રીતે ઘાયલને રામ મનોહર લોહિયા હોસ્પિટલ (Ram Manohar Lohia Hospital)માં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. પોલીસે આ કેસમાં આરોપી ડ્રાઈવરને પકડવા માટે ટીમો બનાવી છે.

આ ઘટના બુધવારે સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે રાજ મિસ્ત્રી ગિરધારી (39) રાજધાનીના પોશ વિસ્તારમાં રોડ ક્રોસ કરીને બાજુમાં જઈ રહ્યો હતો, તે દરમિયાન એક ઝડપથી આવતી કાર અચાનક તેની સાથે અથડાઈ ગઈ. આ અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવરે કારને રોકી ન હતી અને તેને વધુ સ્પીડમાં ચલાવી હતી.

સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં સવારે 8 વાગ્યાની આસપાસ અકસ્માતની જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મીઓએ જોયું કે કાર દ્વારા કચડાયેલ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. તેને તાત્કાલિક આરએમએલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આ રોડ અકસ્માત હોવાનું જણાય છે. આ મામલામાં IPCની કલમ 279 અને 304A હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે. પોલીસે આરોપી ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *