ગુજરાત(Gujarat): રાજ્યમાં ફરી કોરોના(Corona) ધીમે ધીમે માથું ઉચકી રહ્યો છે. સાથે જ કોરોના કેસમા ભયજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ફરી કોરોનાનું સંક્રમણ વધવાને કારણે આરોગ્ય વિભાગ(Health department) પણ દોડતું થઇ ગયું છે. તો લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 402 પોઝીટિવ કેસ(402 positive case) સામે આવ્યા છે. એટલે કે ગઈકાલ કરતા કેસમાં ડબલ વધારો થયો છે.
જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 220 કોરોના કેસ સામે આવ્યા છે જ્યારે રાજકોટમાં 30 કોરોના કેસ, સુરતમાં 32 કોરોના કેસ તેમજ મોરબીમાં 18 કોરોના કેસ નોંધાયા છે. અમરેલીમાં 18 કોરોના કેસ મહેસાણામાં 12 કોરોના કેસ તેમજ રાજકોટમાં 12 કોરોના વડોદરામાં 23 કોરોના કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 9 કોરોના કેસ ગાંધીનગરમાં 8 કોરોના કેસ નોંધાયા છે. વલસાડમાં 5 કોરોના કેસ તેમજ ભરૂચમાં 3 કોરોના કેસ જામનગરમાં 3 કોરોના કેસ અને નવસારીમાં 3 કોરોના કેસ અને આણંદમાં 2 કોરોના કેસ નોંધાયા છે.
કોરોનાને કારણે અમદાવાદ અને કચ્છમાં એક એક દર્દીનું મોત થયું છે. જયારે 7 દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 543 લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી હોવાનું પણ જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 402 કેસ સામે આવ્યા છે. જયારે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.02 % નોંધાયો છે. તેમજ આજે 162 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1529 કોરોનાના સક્રિય કેસ છે. 24 કલાકમાં 162 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે 543 લોકોને રસી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.