તસ્વીર સાંકેતિક છે.
દિલ્હીના કાપસહેડામાં એક જ બિલ્ડિંગમાં 41 લોકોના સંક્રમિત મળી આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ જિલ્લા અધિકારી એના ઓફિસે આ જાણકારી આપી છે. આ બિલ્ડિંગ મા ૧૮ એપ્રિલના રોજ કોરોના નો પહેલો કેસ સામે આવ્યો.
૧૮ એપ્રિલના રોજ પહેલો કેસ સામે આવ્યાના લગભગ ૧૪ દિવસ બાદ શનિવારે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત હોવાનું માલુમ પડયું છે. જોકે આ લોકોના સેમ્પલ ૨૦ અને ૨૧ એપ્રિલના રોજ લેવામાં આવ્યા હતા.
પહેલો કેસ સામે આવ્યા બાદ ૧૯ એપ્રિલે બિલ્ડિંગને સીલ કરી દીધી હતી. આ બિલ્ડિંગ ડીસી ઓફીસ ની પાસે છે ઠેકા વાળી ગલીમાં છે.
દિલ્હીમાં કપસહેડા વિસ્તારમાં વસ્તી ખૂબ ગીચ છે. એટલા માટે સંક્રમણ ફેલાવવાનો ભય છે.
તપાસ માટે 2 એપ્રિલના રોજ 95 લોકોને સેમ્પલ અને ૨૧ એપ્રિલના રોજ 80 લોકોને સેમ્પલ લેવામાં આવ્યા હતા. નોઈડા ની એન.આઈ.બી લેબમાં સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે.
કુલ મળીને ૧૭૫ લોકોના સેમ્પલ માંથી 67 લોકોના સેમ્પલનો રિપોર્ટ શનિવારે આવ્યો હતો. તેમાંથી ૪૧ લોકોને સંક્રમિત હતા, હજુ 108 લોકોનો રિપોર્ટ આવવાનો બાકી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે નોઈડા ની nib લેબમાં વધારે સેમ્પલ મોકલવાના કારણે ટેસ્ટ રિપોર્ટ માં મોડું થઈ રહ્યું.દક્ષિણ-પશ્ચિમ જિલ્લાના dm ના ઓફિસ અનુસાર 25 એપ્રિલ બાદ સાઉથવેસ્ટ જિલ્લા તરફથી એમને કોઈ સૅમ્પલ મોકલવામાં આવ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news