ક્રિકેટ બાદ હવે યોગા કરતાં-કરતાં અચાનક ઢળી પડ્યો સુરતનો યુવાન, હાર્ટ એટેકથી મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાર્ટ એટેક(Heart attack)ની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં ઘણા લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. ત્યારે સુરતમાં આજે વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં ચકચાર મચી જવા પામી છે. સુરત(Surat) શહેરમાં ક્રિકેટ પછી હવે યોગ કરતી વખતે એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. હાલમાં તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં કિરણ ચોક નજીક આવેલા હરેકૃષ્ણ પાર્ટી પ્લોટમાં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરે છે. આજે સવારે લોકો યોગા અને એરોબિક્સ કરી રહ્યા હતા આ દરમિયાન 44 વર્ષના મુકેશભાઈ મેંદપરા પણ યોગા કરી રહ્યા હતા. મુકેશભાઈ સવારથી આવ્યા ત્યારથી તેમને પેટમાં બળતરા અને એસીડીટી થતી હોવાની ફરિયાદ કરી હતી. થોડા ફ્રેશ થયા પછી તેમણે યોગા શરૂ કર્યા, પરંતુ તે દરમિયાન ઢળી પડ્યા હતા.

જેને કારણે મુકેશભાઈને તાત્કાલિક નજીકની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જે પછી પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ પહેલા પણ ક્રિકેટ રમતા યુવકોને આવ્યો હતો એટેક:
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત અને રાજકોટમાં અત્યાર સુધીમાં ક્રિકેટ રમતા અથવા રમ્યા બાદ 6થી 7 જેટલા યુવકોના હાર્ટ એટેક આવતા મોત થઈ ચૂક્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સરકારી કર્મચારીઓની ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન GST કર્મચારીને હાર્ટ એટેક આવ્યો હતો. એવામાં યુવાનોમાં વધી રહેલી હાર્ટ એટેકની સમસ્યા સમય જતા વધુને વધુ ગંભીર બની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *