એક સાથે ત્રણ માસુમ બાળકોની અર્થી ઉઠતા હિબકે ચડ્યું આખું ગામ, બે સગા ભાઇ-બહેનનું કરુણ મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): એક કાળજું કંપી ઉઠે તેવી ચકચારી ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ ઘટનામાં વાડની ફેન્સીંગનો કરંટ લાગતા 3 બાળકોને કાળ ભરખી ગયો છે. જો વાત કરવામાં આવે તો  મહુવા(Mahuva) તાલુકાના કાટીકડા(Katikada) ગામે પ્રાથમિક શાળામાંથી પાછા આવી રહેલ ત્રણ માસુમ બાળકો(Three children died)ને ખેતરમાં રહેલ ફેન્સીંગમાં ગેરકાયદેસર વિજ જોડાણ આપી કરંટ મુકવામાં આવતા શોક લાગતા બે સગા ભાઇ અને બહેન સહિત શાળાના ત્રણ માસુમ ભુલકાઓના તડપી તડપીને મોત નીપજ્યા હતા અને શાળાએથી પરત ફરતા નવમાંથી છ બાળકોનો જીવ બચી ગયા હતા. આ ઘટના બનતા નાનકડા એવા ગામમાં ભારે ગમગીની સાથે માતમ છવાઈ ગયો છે. જ્યારે એક સાથે ત્રણ – ત્રણ નાના બાળકોની અર્થીઓ ઉઠતા તેની અંતિમ વિધીમાં મોટા પ્રમાણમાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને જાણે કે આખું ગામ હિબકે ચડ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ત્રણેય બાળકો નૈતિક કનુભાઇ જાબુંચા(ઉ.વ. 12, ધો. 4), પ્રિયંકા કનુભાઇ જાબુંચા (ઉ.વ.10, ધો. 3) અને કોમલ મગનભાઇ ચૌહાણ (ઉ.વ. 11, ધો. 4)ને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જો વાત કરવામાં આવે તો મૃતક નૈતિક અને પ્રિયંકા એક જ પરિવારના સગા ભાઇ-બહેન હતા.

મહુવાના ડીવાયએસપી જયદીપસિંહ સરવૈયાએ જણાવતા કહ્યું કે, આ ઘટનામાં PGVCLના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે તેમનો રિપોર્ટ આવ્યા પછી જો ગુન્હો થયાનું માલુમ પડશે તો ઈપીકો કલમ 304 મુજબ જવાબદારો સામે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક દીકરી કોમલ પણ સામાન્ય ખેડૂતની દિકરી હતી. આ ગરિબ પરિવારમાં કોમલબેનના પિતાને સંતાનમાં ચાર દિકરી છે જ્યારે ચાર દિકરીઓ વચ્ચે એક ભાઇ છે. જેના પરિવારમાં કોમલનું અવસાન થતાં પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.

મહત્વનું છે કે, મહુવાના કાટીકડા ગામે ત્રણ માસુમ બાળકોના મોત માટે જવાબદાર વાડીના માલિક સોમતભાઇએ PGVCL એલડી 230 વોલ્ટનો પાવર ગેરકાયદેસર રીતે લઇ તેને 12 વોલ્ટ ડીસીમાં એડેપ્ટર દ્વારા કન્વર્ટ કરી પાવર ડાયરેક્ટ ફેન્સીંગ સાથે જોડી કરંટ આપવામાં આવ્યો હતો. આ રીતે કરંટ આપવાથી વ્યક્તિને તરત જ કરંટ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *