ભાવનગરના આ ગામની સીમમાં છુપવાયેલો દારૂનો જથ્થો પકડાયો

ભાવનગરના તળાજાના મોટી માંડવાળી ગામની સીમમાં આવેલ વાડીમાં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી મકાનમાં છુપાવી રખાયેલ વિદેશી દારૂની પાંચ પેટી ઝડપી પાડી હતી, જ્યારે રેડ દરમિયાન ભદ્રાવળગામનો શખસ હાજર મળી આવ્યો ન હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ તળાજા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે, મોટી માંડવાળી ગામે પ્રવિણ ઓઢાભાઈ વાઘોસી (રે. વરલ)ની વાડીએ આવેલ રૂમમાં વનરાજ ભાણભાઈ વાઘોશી (રે. ભદ્રાવળ નં.૧ તળાજા)એ વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે.

જે હકીકત આધારે રેડ કરી તપાસ હાથ ધરતા વાડીએ આવેલ મકાનના રૂમમાંથી વિદેશી દારૂ મેકડોવલ નં.૧ની પાંચ પેટી (૬૦ બોટલ) મળી આવતા કબજે લીધી હતી. જ્યારે ક્રાઈમ બ્રાંચની રેડ દરમિયાન ભદ્રાવળ-૧ ગામનો વનરાજ વાઘોસી મળી આવ્યો ન હતો. બનાવ અનુસંધાને તળાજા પોલીસ શખસ સામે પ્રોહિબીશન એક્ટ તળે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *