દરિયામાં નાહવા પડેલા પાંચ યુવાનોને ખેંચી ગયો બિપરજોય વાવાઝોડાથી ગાંડોતુર થયેલો દરિયો, ચારના મોત

5 drowned in juhu sea: મુંબઈ (Mumbai) સહિત સમગ્ર મહારાષ્ટ્ર (Maharashtra) અને ગુજરાતમાં (Gujarat) બિપરજોય વાવાઝોડાની (Biporjoy Cyclone) ચેતવણી ની વચ્ચે પણ જુહુ (Juhu sea) ના દરિયામાં નાહવા પડેલા સાંતાક્રૂઝ (Santacruz) ના પાંચ યુવાનો ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા એક યુવાનને બચાવી લીધો અને બીજા ચાર જણને શોધવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ ઘટના ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યે બની હતી. આ ઘટનાની જાણ થતા છે ફાયર બ્રેકેડની ટીમ, મુંબઈ મહાનગરપાલિકા, પોલીસ ના અધિકારીઓ અને એમ્બ્યુલન્સ સાથેની એક ટીમ ઘટના સ્થળે પોહચી આવી હતી.  વાવાઝોડાનું જોખમ ધ્યાનમાં રાખીને દરિયામાં ન જવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

આ સંદર્ભે વધુ વિગતવાર પાલિકાના પ્રશાસને વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કોઈને પણ દરિયામાં જવાની ના પડી હોવા છતા આ પાંચ યુવાનો નું એક જૂથ આ ચેતવણીની ધજીયા ઉડાડી દરિયામાં નાવા પડ્યા હતા. થોડાક સમય બાદ આ લોકો ડૂબવા માંડ્યા હતા.

આ સમયે ત્યાં હાજર રહેલા અમુક માછીમારો ત્યાં દોડી આવ્યા હતા. તેમાંથી એક યુવાનને બચાવી લીધો હતો. આ વાતની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ, મહાનગરપાલિકા, સ્થાનિક વોર્ડ ઓફિસના કર્મચારીઓ અને એમ્બ્યુલન્સ અહીં ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. દરિયામાં ભરતી હોવાથી અને ઊંચામાં ઊંચા મોજા ઉછળતા હોવાથી ફાયર બ્રિગેડની ટીમને રેસ્ક્યુ ઓપરેશનમાં ખૂબ જ અડચણ આવી રહી હતી. ફાયર ફાયર બ્રિગેડની રેસ્ક્યું ટીમે જેત્સકીi અને લાઇફ જેકેટની મદદથી તેના બચવાના પ્રયાસ કરી રહ્યા હતા.

તે દરમિયાન પાલિકાએ નેવી અને કોસ્ટ ગાર્ડના ડ્રાઇવરોની મદદ માગી હતી. જોકે મોડે સુધી પણ આ લોકોની કોઈ પણ ખબર મળી ન હતી. લાપતા બનેલા પાંચ કિશોરોમાં 15 વર્ષના જય રિસનતજબારિયા, 12 વર્ષે મનીષ યોગેશઓગણિયા, 15 વર્ષે શુભમ યોગેશ ઓગણિયા તથા 16 વર્ષે ધર્મેશ લાલજીવ ફોજિયાન નો સમાવેશ થાય છે. ચાર લોકો સાન્તાક્રુઝના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *