દિલ્હીમાં નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ છે. લગભગ 5 કિલોમીટર સુધી થયેલા આ જામને કારણે લોકો ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યા છે. હાલ ડીસીપી ટ્રાફિક સહિત ભારે પોલીસ દળ સ્થળ પર જામ ખોલવામાં વ્યસ્ત છે. એક્સપ્રેસ વેથી દિલ્હી જતા અને દિલ્હીથી નોઈડા આવતા બંને રસ્તાઓ પર ભારે જામ છે. દિલ્હી પોલીસ સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હીમાં બેરિકેડ લગાવીને તપાસ કરી રહી છે.
સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) ના રોજ કરવામાં આવી રહેલા ચેકિંગને કારણે નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર લગભગ 5 કિમી સુધી ભારે જામ હતો. જેમાં સેંકડો વાહનો અટવાયા છે. હાલ પોલીસ સ્થળ પર જામ ખોલવામાં વ્યસ્ત છે. સવારે ઓફિસ જતા હજારો લોકો જામમાં અટવાઇ ગયા છે.
दिल्ली-नोएडा-ग्रेटर नोएडा “यमुना एक्सप्रेसवे” पर 5 KM से भी ज़्यादा का लंबा जाम लगा हुआ है .. दिल्ली और नोएडा पुलिस peak hours में स्वतंत्रता दिवस को देखते हुए बैरीकेड लगाकर गाड़ियों की चेकिंग कर रही है. “पुलिस ने लोगों को जाम में फ़ंसकर अपनी देशभक्ति दिखाने का मौक़ा दिया है” pic.twitter.com/JpLHjLeGBH
— Saurabh shukla (@Saurabh_Unmute) August 13, 2021
સૌરભ શુક્લાએ આ વિડીઓને ટ્વિટ કરતા કેપ્શ્નમાં લખ્યું છે કે, દિલ્હી-નોઈડા-ગ્રેટર નોઈડા “યમુના એક્સપ્રેસ વે” 5 KM થી વધુ ટ્રાફિક જામ છે. દિલ્હી અને નોઈડા પોલીસ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને બેરીકેડ લગાવીને વાહનોની તપાસ કરી રહી છે. “પોલીસે લોકોને જામમાં ફસાઈને દેશભક્તિ બતાવવાની તક આપી છે”
ગૌતમ બુદ્ધ નગરના ડીસીપી ટ્રાફિક ગણેશ સાહાએ જણાવ્યું કે દિલ્હી પોલીસ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને વાહનોની તપાસ કર્યા બાદ જ દિલ્હીમાં એન્ટ્રી આપી રહી છે. જેના કારણે ટ્રાફિક ધીમો પડી ગયો છે. નોઈડાની ટ્રાફિક ટીમ સવારથી જ જામ ખોલવામાં વ્યસ્ત છે. સ્વતંત્રતા દિવસની પરેડને કારણે નોઈડા પોલીસે દિલ્હીમાં વાહનોના પ્રવેશ અંગે પણ એડવાઈઝરી જારી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.