ઘરના મુખ્ય સભ્યનું નિધન થતા આખા પરિવારે કરી લીધો સામુહિક આપઘાત

કાળ બનેલો કોરોના ઘણા પરિવારોને ભરખી ગયો છે. આ દરમિયાન દેવભૂમી દ્વારકામાંથી ખૂબ જ દુઃખદ અને હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. અહીં એક પરિવારના…

કાળ બનેલો કોરોના ઘણા પરિવારોને ભરખી ગયો છે. આ દરમિયાન દેવભૂમી દ્વારકામાંથી ખૂબ જ દુઃખદ અને હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. અહીં એક પરિવારના મોભીને કાળમુખો કોરોના ભરખી ગયો હતો. ત્યારબાદ પરિવારના મોભીના મોતના આઘાતમાં પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી લેતા શોકનો માહોલ છવાઈ ગયો છે. આ બનાવ બાદ મામલતદાર અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકની પત્ની અને બે પુત્રોએ જંતુનાશક દવા ગટગટાવીને આત્મહત્યા કરી છે. પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ પ્રાપ્ત થઈ નથી.

જાણવા મળ્યું છે કે, યાત્રાધામ દ્વારકાના ટીવી સ્ટેશન પાસે આવેલા ઋક્ષમણીનગર ખાતે ભાડાના મકાનમાં રહેતા જયેશભાઇ જૈન ફરસાણનો વ્યવસાય કરતા હતા. તેઓને બે-ત્રણ દિવસ પહેલા કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. જેથી તેમની કોવિડની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે મોડી રાત્રે જયેશભાઇ મૃત્યુ પામતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. આ દરમિયાન જેયેશભાઇના પત્ની અને બે પુત્રોને આઘાત લાગ્યો હતો. હવે અમારું કોણ અને શું કરીશું? તેવું વિચારીને આખો પરિવાર ભાંગી પડ્યો હતો.

વહેલી સવારે જ્યારે દૂધવાળો ઘરે પહોંચ્યો ત્યારે કોઈ આવ્યું ન હતું. આ દરમિયાન આસપાસના લોકોએ જોતાં તમામ ઘરના લોકોએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. સામુહિક આત્મહત્યાનો કેસ હોવાથી રકા પીઆઇ પી. બી. ગઢવી અને દ્વારકા મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે જઈને જોયું તો જયેશભાઇ જૈનના પત્ની સાધનાબેન જૈન, મોટા પુત્ર કમલેશ જૈન અને નાના પુત્ર દુર્ગેશ જૈનનો મૃતદેહ ઘરમાં પડ્યો હતો. આ ત્રણેયના મૃતદેહની પાસે જ એક ગ્લાસ જંતુનાશક દવાથી ભરેલો હતો. પ્રાથમિક તપાસમાં તમામ લોકોએ જંતુનાશક દવા ગટગટાવી લીધી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ દ્વારા તમામના મૃતદેહે પોસ્ટ મોર્ટમ માટે દ્વારકા સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં હજુ સુધી કોઈ સુસાઈડ નોટ કે અન્ય વાંધાજનક વસ્તુ મળી આવી નથી. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, પરિવારના મોભીના નિધનથી આઘાતમાં જ તમામ લોકોએ આત્મહત્યા કરી છે. આ ઘટનાથી સમગ્ર દ્વારકા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *