લગ્નની ખુશીમાં છવાયા માતમના કાળા વાદળો…પાર્ક કરેલાં ટ્રક નીચે કાર ઘુસી જતાં નવવિવાહિત કપલ ​​સહિત એક જ પરિવારના 5 સભ્યોના કરૂણ મોત

Andhra Pradesh Road Accident: આંધ્રપ્રદેશના નંદ્યાલ જિલ્લામાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. કાર અને પાર્ક કરેલાં ટ્રક વચ્ચે અથડામણમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અલ્લાગડ્ડા મંડલના નલ્લાગતલામાં બની હતી. તમામ મૃતકોની ઓળખ સિકંદરાબાદના પશ્ચિમ વેંકટપુરમના રહેવાસી તરીકે કરવામાં આવી છે. તિરુમાલા મંદિરના(Andhra Pradesh Road Accident) દર્શન કરીને પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

નવવિવાહિત કપલ ​​સહિત એક જ પરિવારના પાંચ સભ્યોના મોત
જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં નવવિવાહિત કપલ ​​સહિત એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે. અલ્લગડ્ડા મંડલના નલ્લાગતલા પાસે નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત સવારે લગભગ 5.15 વાગ્યે થયો હતો. વાસ્તવમાં, કાર ચલાવી રહેલા વ્યક્તિએ રસ્તાના કિનારે ઉભેલી ટ્રક પર ધ્યાન ન આપ્યું અને આ અકસ્માત થયો.

3 માર્ચે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
આ માર્ગ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તમને જણાવી દઈએ કે, હૈદરાબાદનો રહેવાસી પરિવાર તિરુમાલા મંદિરના દર્શન કરીને તિરુપતિથી ઘરે પરત ફરી રહ્યો હતો. તે જ સમયે, નવવિવાહિત યુગલ બાલકિરણ અને કાવ્યા, જેમણે એક અઠવાડિયા પહેલા લગ્ન કર્યા હતા જે બંનેના મોત થયા છે. બાલાકિરણની માતા મંથરી લક્ષ્મી, પિતા મંથરી રવિન્દર અને નાનો ભાઈ ઉદયનું પણ મોત હોવાનું સામે આવ્યું છે. બાલાકિરણે 29 ફેબ્રુઆરીએ કાવ્યા સાથે લગ્ન કર્યા હતા અને 3 માર્ચે શહેરના શમીરપેટ ખાતે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અકસ્માત બાદ પોલીસે મૃતકના સંબંધીઓને તેમના મોબાઈલ ફોન દ્વારા જાણ કરી અને મૃતદેહોને સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.તેમજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.