ગુજરાત કોંગ્રેસમાં ભડકો: 5 ધારાસભ્યો પછી એક સાથે 68 નેતાઓના રાજીનામાં, જાણો વિગતે

રાજ્યસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ એક પછી એક રાજીનામા ધરી દીધા છે. તેની અસર રાજકોટના સ્થાનિક રાજકારણમાં જોવા મળી છે. રાજકીય લોબીમાં તેના મોટા…

રાજ્યસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ એક પછી એક રાજીનામા ધરી દીધા છે. તેની અસર રાજકોટના સ્થાનિક રાજકારણમાં જોવા મળી છે. રાજકીય લોબીમાં તેના મોટા પડધા પડ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસમાં ભંગાણ થયું છે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે. વોર્ડ નં. 14ના પ્રભારી સહિત 68 કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાજીનામા ધરી દેતા રાજકરાણ ગરમાયું છે. આ પહેલા કોંગ્રેસના ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમાભાઈ પટેલ, પ્રવિણ મારુ, મંગળ ગાવિત અને જે. વી. કાકડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો હતો. જોકે, કોંગ્રેસ પક્ષે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરી દીધા છે.

વર્ષના અંતમાં રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી યોજવાની છે. જેને લઇ તોડજોડની રાજનીતિ શરૂ થઇ છે. ભાજપનો ગઢ ગણાતા રાજકોટ કોર્પોરેશનને તોડવા આ વખતે આપ પક્ષ સ્થાનિક લેવલની ચૂંટણીમાં પણ ઝંપલાવશે. ત્યારે અત્યારથી તેની અસર જોવા મળી રહી છે. અગાઉ રાજકોટના રાજભા ઝાલા સહિતના નેતાઓએ આપમાં જોડવાની જાહેરાત કરી દીધી છે. આ વખતની રાજકોટ કોર્પોરેશન ચૂંટણીમાં રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી પણ ભાગ લે એવા એંધાણ છે.  ત્યારે આજે એકી સાથે 68 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામા આપી દીધા છે. પૂર્વ વિધાનસભાના કોંગ્રેસના પ્રમુખ ઈન્દુભાના સમર્થનમાં રાજીનામા આપવામાં આવ્યા છે. એવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. આમ શહેરના રાજકારણમાં ખેંચતાણ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં આપ રાજકોટમાં મોટી સભા કરે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકામાં આપ પક્ષ ચૂંટણી લડશે એટલે ચોક્કસ ભાજપને ફટકો પડશે તેવી રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

જો, આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં ચૂંટણી લડશે તો ભાજપને ફટકો પડે એવી સંભાવના છે. રાજ્યમાં કોંગ્રેસ પક્ષ એક કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે. પાંચ ધારાસભ્યોએ સાથ છોડ્યા બાદ હવે સ્થાનિક સ્તરે પણ આગેવાનો અને કાર્યકરો પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે. જોકે, આમ આદમી પાર્ટી જો રાજકોટમાં સક્રિય થશે તો તેની સીધી અસર ભાજપને થશે. રાજકોટ કોર્પોરેશનને રાજકીય રીતે તોડવાનો તખ્તો તૈયાર થતો હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *