ગુજરાત(Gujarat): ચીનમાં વધી રહેલા કોરોના(Corona)ના કેસના કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં મોટો વધારો થયો છે. કોરોનાના ફાટી નીકળેલા રાફડાને કારણે ફરીથી ચીનમાં આખી વ્યવસ્થા પડી ભાંગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે આ બધાની વચ્ચે ગુજરાતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનો પગપેસારો થઇ ગયો છે.
ત્યારે હવે પૃથ્વી પર કોરોના ફરી વકરતા ગુજરાત વાસીઓને સાવધાન રહેવાની જરૂર આવી છે. કોરોનાની 5મી લહેરની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના નવા 5 કેસ નોંધાતા ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાતમાં હાલ કોરોનાના કુલ 23 એક્ટિવ કેસ છે. જેથી ગુજરાતમાં ફરીથી કોરોના કેસે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. અમદાવાદમાં કોરોનાના નવા 2 કેસ, રાજકોટમાં કોરોનાના નવા 2 કેસ અને બનાસકાંઠામાં કોરોનાનો 1 કેસ સામે આવ્યા છે. કોરોનાથી ડરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર છે. લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કરી દેવુ જોઈએ. ભીડવાળી જગ્યા પર માસ્ક પહેરવાની સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.
અહિયાં બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ થયું દોડતું:
અમે તમને જણાવી દઈએ કે, રાજકોટમાં કોરોનાના ફરી બે કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી અનુસાર, રાજકોટમાં બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેના લીધે મહાનગરપાલિકા તંત્ર સતર્ક બની ગયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકાર પાસે કોવિશિલ્ડની વેક્સિન મંગાવવામાં આવી છે. શહેરમાં કોવેક્સિનના સ્થાને કોવિશિલ્ડના ડોઝ સૌથી વધુ આપવામાં આવ્યા છે. લાખો લોકોને પ્રિકોશન ડોઝ બાકી છે ત્યારે મહાનગરપાલિકા પાસે કોવિશિલ્ડનો જથ્થો ખૂટી ચુક્યો છે.
આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલનું મોટું નિવેદન:
મહત્વનું છે કે, ચીન સહિત દુનિયાના કેટલાક દેશોમાં હવે કોરોના ફરીથી હાહાકાર મચી રહ્યો છે ત્યારે હવે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગર ખાતે કોવિડની સ્થિતિને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી હતી. આ તરફ બેઠક પછીઆરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે જણાવતા કહ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓનુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારવામાં આવશે, દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોંચાડવામાં આવશે. આ સાથે તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા અને કેન્દ્રની એડવાઈઝરીનુ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની વધતી ચિંતાને કારણે ગઈકાલે ગાંધીનગરમાં બેઠક મળી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં હાલ કોવિડની સ્થિતિ,વેક્સિનેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારત સરકાર દ્વારા પણ કોરોના અંગે સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી.
મહત્વનું છે કે, ફરી એક વાર સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેને કારણે ફરી એકવાર ચિંતામાં વધારો થયો છે. જો વાત કરવામાં આવે તો કોરોનાના ફાટી નીકળેલા રાફડાને કારણે ફરીથી ચીનમાં આખી વ્યવસ્થા પડી ભાંગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.