મહિલાઓની આ પાંચ મોટી સમસ્યાઓનો ઈલાજ છે આ એક આસન, બચી જશે દવાખાનાના હજારો રૂપિયા

યોગ(Yoga) શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, જે લોકો નિયમિતપણે કસરત કરતા હોય છે તેઓને પોતાની આખી જિંદગી દરમિયાન દવાખાનાનું પગથિયુ ચડવાની પણ જરૂરિયાત રહેતી નથી. તેમજ કસરત કરવાથી ફિટ પણ રહી શકાય છે. આવી સ્થિતિમાં દરેક લોકોએ ફીટ રહેવું હોય છે પરંતુ સમયના અભાવના કારણે લોકો કસરતને સમય આપી શકતા નથી.

તેમાં પણ ખાસ કરીને મહિલાઓ માટે કસરતને સમય આપવો ખૂબ જ મુશ્કેલ બનાવી જતો હોય છે. કારણ કે મહિલાઓને ઘર તથા ઓફિસ એમ દરેક જવાબદારી સંભાળવાની હોય છે. ત્યારે અમે તમારા માટે એક ખૂબ જ ફાયદાકારક કસરત લઈને આવ્યા છે, જે કરવાથી ફિટ રહી શકાય છે. આ યોગનું નામ છે કંધારાસન.

ખાસ વાત તો એ છે કે, આ આસનના ફાયદા ફિટનેસ એક્સપર્ટ પ્રિયંકા ચૌધરી જણાવી રહી છે. તેનું કહેવું છે કે કંધા શબ્દ સંસ્કૃત પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે ખભો અને આસનની મુદ્રા. આ યોગ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે. તેમજ નિયમિત આસન કરવાથી પ્રજનન અંગોને પણ ફાયદો થાય છે. તો ચાલો આ યોગના ફાયદા વિશે વિગતવાર જાણીએ…

કંધારાસનના ફાયદા:
કંધારાસન એ ખાસ કરીને મહિલાઓ માટે માસિક સ્ત્રાવ દરમિયાન ખૂબ જ ફાયદાકારક છે. તે માસિક સ્ત્રાવની વિકૃતિઓ અને ગર્ભાશયની સમસ્યાઓ માટે બેસ્ટ આસન છે. આ સિવાય તે પીઠ ગરદન તેમજ ખભાને પણ મજબૂત બનાવે છે. આ આસન અસ્થમાના દર્દીઓ માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આસન દ્વારા ફેફસા ખુલે છે.

અન્ય લાભો:
આ સિવાય કંધારાસન કરવાના અનેક અન્ય ફાયદાઓ પણ છે. જેમ કે, પીઠના નીચેના ભાગે દુખાવાથી પીડાતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ આસનમાં થતું સ્ટ્રેચિંગ પાચનતંત્રને સુધારે છે. તેમજ તે ગ્રંથિની સારી કામગીરીને પ્રોત્સાહન આપે છે. તેમજ રક્ત પરિભ્રમણ સુધારવા માટે દરરોજ કંધારાસન કરવું ફાયદાકારક છે. આ સાથે જ આંતરડાને સાફ અને શુદ્ધ રાખવા માટે પણ કંધારાસન એ બેસ્ટ આસન છે.

કંધારાસન કેવી રીતે કરવું જોઈએ?
કંદારાસન કરવા માટે સૌપ્રથમ તમારી પીઠ પર જમીન પર સુઈ જાવ. તમારા બંને હાથને શરીરની બાજુમાં સીધી સ્થિતિમાં રાખો. બંને પગને ઘૂંટણ પર વાળો. આ પછી ધીમે ધીમે તમારા માથાના નીચેના ભાગને એટલે કે કમરથી ઊંચો કરો. તમારાથી બને તેટલો એ ભાગ ઉપર કરો. આ આસન 10 થી 15 સેકન્ડ સુધી કરવું જોઈએ.

આ આસનમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો પણ છે. જેમ કે શરૂઆતમાં ખૂબ જ ઝડપથી યોગ્ય અભ્યાસ ન કરવો જોઈએ. તેમજ શ્વાસને પણ સામાન્ય જ રાખો. જો ઘૂંટણ, કમર કે ખભાનો દુખાવો હોય તો ભૂલથી પણ આ યોગ કરવો જોઈએ નહીં. આ સિવાય તમે આ આસન કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *