અમદાવાદના ધોળકામાં ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતાં વહેલી સવારમાં 5 લોકોને કાળ ભરખી ગયો- ઓમ શાંતિ

AhemdabadAccident: અમદાવાદ જિલ્લાના ધોળકાની પોલન ચોકડી નજીક બોલેરો કાર ડમ્પર સાથે અથડાતા ભયાનક અકસ્માત(AhemdabadAccident) સર્જાયો છે. જેમાં પાંચ લોકોના મોત થયાની પ્રાથમિક જાણકારી મળી રહી…

AhemdabadAccident: અમદાવાદ જિલ્લાના ધોળકાની પોલન ચોકડી નજીક બોલેરો કાર ડમ્પર સાથે અથડાતા ભયાનક અકસ્માત(AhemdabadAccident) સર્જાયો છે. જેમાં પાંચ લોકોના મોત થયાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. હાલ સ્થાનિક પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદના શ્રમિકો મજૂરી કામ માટે રાણપુર જઈ રહ્યા હતા
દાહોદના શ્રમિકો મજૂરી કામ માટે બોલેરોમાં બેસી રાણપુર જઈ રહ્યા હતા. ત્યારે ધોળકાના પુલેન સર્કલ પાસે અકસ્માત નડ્યો હતો.આ ઘટનામાં બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ બોલેરો અંદર રહેલા લોકો લોહીલુહાણ હાલતમાં બહાર રસ્તા પર ફેંકાયા હતા. ઘટનાને પગલે અરેરાટી મચી ગઈ હતી. જ્યારે ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

બનાવવાની જાણ થતા બે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી
અકસ્માતમાં ઈજાગ્રસ્ત બેને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલમાં બંને દર્દીની હાલત સ્થિર છે. એક દર્દીને સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત યુવાનને સર્જરી વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે પાંચ મૃતકોને ધોળકાની જ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

આ પાંચ વ્યક્તિઓના મોત થયા
આ ગોઝારા અકસ્માતમાં નીતિશ નાનસિંગ ભીલવાડ,દિલીપ નાનસિંગ ભીલવાડ,રાહુલ ખુમસિંગ ભીલવાડ,પ્રમોદ ભરતભાઈ ભીલવાડ તેમજ રાજુ માનસિંગ ખાંદરાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

રામચંદ્ર નિતેશભાઇ ભીલવાડ અને મનીષા નિતેશભાઇ ભીલવાડ બંને ઈજાગ્રસ્ત અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.હાલ આ લોકો ક્યાંના છે તથા તેમના પરિવારજનોને આ અંગેની માહિતી પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.