Uttar Pradesh Accident: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ગંભીર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. જોત જોતામાં આખા પરિવારે જીવ ખોઈ નાખ્યો છે. મૃતક પાંચેય લોકો જૌનપુરમાં રહેતા હતા અને તેઓ પ્રયાગરાજના સરાયમમરેજમાં એક લગ્ન સમારંભમાં(Uttar Pradesh Accident) ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. તેમજ અકસ્માત સર્જાતા જ સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઇ હતી.
ટ્રક ચાલકે પાંચ લોકોને જીવતા કચડી નાખ્યા
પ્રાપ્ત વિગતો મુજબ સરયમરેજ પોલીસ સ્ટેશન વિસ્તારના રસીપુર ગામમાં સોમવારે સવારે લગભગ 10 વાગ્યે એક ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે બાઇક પર સવાર પતિ-પત્ની, બે નાના બાળકો અને અન્ય એક મહિલા રોડ પર પડી ગયા હતા. ત્યાર બાદ ટ્રક ચાલકે આ તમામ પાંચ લોકોને કચડી નાખ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
ટ્રક ચાલકની અટકાયત
અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત જોઈને રાહદારીઓ ચોંકી ઉઠ્યા હતા. તેમજ પોલીસને જાણ કરી હતી. ત્યારે સમાચાર મળતા સરયમરેજ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રક અને ડ્રાઈવરની અટકાયત કરી હતી. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનના વડા યોગેશ પ્રતાપે જણાવ્યું હતું કે મૃતકો પૈકી એક મીરગંજ જૈનપુરનો રહેવાસી હતો. હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. તેમજ મૃતકોની ઓળખ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પાંચેય લોકો એક જ બાઈક પર પરત ફરી રહ્યા હતા
આ અકસ્માતમાં માતા, પતિ-પત્ની અને બે બાળકોના મોત થયા છે. પરિવારના પાંચેય સભ્યો સરાયમાં એક લગ્નમાં હાજરી આપી જૌનપુર પરત ફરી રહ્યા હતા. મૃતકોનું નામ વિકાસ, સુમ્મરી, દીવાના, લક્ષ્ની છે. જ્યારે એક બાળકની ઉંમર લગભગ આઠ મહિનાની હતી.
મુખ્યમંત્રી શોક વ્યક્ત કર્યો
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પ્રયાગરાજ હોસ્પિટલ મોકલી દીધા છે. આ ઉપરાંત પોલીસે ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરવાની સાથે ટ્રક પણ જપ્ત કર્યો છે. આ દુઃખદ અકસ્માત પ્રયાગરાજ (Prayagraj)ના ગંગાનગરના સોરાંવ પેટ્રોલ પાસે થયો હતો. બીજીતરફ મુખ્યમંત્રી આદિત્યનાથે મૃતક પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App