પહાડોની રાણી મસૂરીમાં આજે વહેલી સવારે કાર ખીણમાં ખાબકતાં 5 લોકોના કમકમાટી ભર્યા મોત

Mussoorie Accident: પહાડોની રાણી મસૂરી શનિવારે એટલે કે આજે વહેલી સવારે એક દુ:ખદ અકસ્માતથી હચમચી ઉઠ્યું હતું.અહીં ખારીપાણી રોડ પર એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત(Mussoorie Accident) થયા હતા અને સારવાર દરમિયાન બેના મોત થયા હતા. ત્યારે આ ઘટના બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘટનાની જાણકારી મેળવી હતી.

પાચન મોતથી અરેરાટી વ્યાપી…
આ અંગે મળતી માહિતી મુજબ,ઉત્તરાખંડના દેહરાદૂનમાં શનિવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અહીં, મસૂરી-દહેરાદૂન રોડ પર ઝરીપાની રોડ પર પાણીના પટ્ટા પાસે, એક કાર કાબુ બહાર નીકળી ગઈ અને ઊંડી ખાઈમાં પડી હતી,જેમાં માં ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ ઘાયલોને ખાડામાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી વધુ બે લોકોના મોત થયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ચાર યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે. જ્યારે એક બાળકી ગંભીર રીતે ઘાયલ છે.

મૃતક વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું
ફાયર ઓફિસર ડી.એસ. તડિયાલે જણાવ્યું હતું કે કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ત્રણ ઘાયલોને ખાઈમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી વધુ બે લોકોના મોત થયા છે. તમામ કાર સવારો દેહરાદૂનની એક શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે.

અહીં થયો અકસ્માત
શનિવારે ઉત્તરાખંડમાં દેહરાદૂન-મસૂરી રોડ પર ચુનાખલ ખાતે સુબાનું વાહન નિયંત્રણ બહાર ગયું અને ઊંડી ખાઈમાં પડી ગયું. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક મહિલા પોતાના જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દેહરાદૂન IMS કોલેજમાં ચાર યુવક અને બે યુવતી અભ્યાસ કરતા હતા. આ લોકો મસૂરીની મુલાકાતે આવ્યા હતા. સવારે દેહરાદૂન પરત ફરતી વખતે ચુનાખાન પાસે તેમની કાર કાબૂ બહાર નીકળી ગઈ અને ઊંડી ખાડીમાં પડી.

અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.તેમજ આ ઘટના બનવાથી લોકો દોડી આવ્યા હતા.જેમણે આ અંગે પોલીસ તથા ફાયરને જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ પર પર પહોંચી મૃતકોના પરિવારને જાણ કરી લાશને પીએમ અર્થે ખસેડી હતી.