સુરત(Surat): શહેરના સુંવાલી દરિયા કિનારે(Suvali Beach) ગઈકાલે રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ હરવા ફરવા અને મોજ મસ્તી કરવા માટે દરિયા કિનારે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન ભટાર વિસ્તારના આઝાદનગર અને ઈચ્છાપુર વિસ્તારમાં રહેતા કુલ 5 લોકો સુવાલી દરિયાકિનારે ન્હાતા સમયે ડૂબી જવાની ઘટના સામે આવતા ફાયર વિભાગ ઘટનાસ્થળે આવી પહોંચ્યું હતું. ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા તરત જ રેસ્ક્યૂ ઓપરેશન(Rescue operation) શરૂ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ જો કે હજુ પણ 4 લોકોની કોઈ ભાળ મળી નથી. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે સોમવારે એટલે કે આજ રોજ લાપતા ચારેય વ્યકિતની શોધખોળ હાથ ધરવામાં આવશે.
4 લોકોની કરવામાં આવશે શોધખોળ:
રવિવારના રોજ ભટાર વિસ્તારના આઝાદનગરમાંથી યુવકો સુંવાલી દરિયા કિનારે નાહવા માટે ગયા હતા. આ દરમિયાન એકાએક જ 3 યુવકો પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. જેમાં 1 યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. અન્ય 3ની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઈચ્છાપુરનો પણ 1 યુવક પાણીમાં ડુબી જવાને કારણે તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. એટલે કે કુલ 4 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રવિવાર અને રજાનો દિવસ હોવાને કારણે ગઈકાલે સુંવાલી દરિયા કિનારે કીડિયારું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને જેને કારણે ત્યાં લાંબો ટ્રાફિકજામ પણ થયો હતો. રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં સુરતીઓ દરિયા કિનારે નાહવા માટે જતા હોય છે. ખાસ કરીને જોવામાં આવે તો ગઈકાલે રવિવારે સુંવાલી દરિયાકિનારો ઉપર ખૂબ મોટી સંખ્યામાં ભીડ જામી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ સુંવાલી દરિયા કિનારે ડૂબી જવાના બનાવો ઘણી વખત સામે આવતા રહે છે. પરંતુ રવિવારના રોજ બનેલી દુર્ઘટના દરિયાના કિનારા નજીક જ બની હતી. કિનારા નજીક ખાડા જેવું છે જેમાં લગભગ 7 ફુટ ઉંડો ખાડો છે. ડૂબી ગયેલા યુવાનો ન્હાતા ન્હાતા આ ખાડા નજીક પહોંચી ગયા હતા અને એક પછી એક પાણીમાં ડૂબી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.