હાલમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ એક કિસ્સો સામે આવ્યો છે. વાપીના છીરી વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગના ત્રીજા માળે બાલ્કનીમાં રમી રહેલા 5 વર્ષીય બાળકનું નીચે પટકાતા મોત નીપજ્યું હતું. બનાવ બનતા જ ઇજાગ્રસ્ત બાળકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે લઇ જતા ડોકટરે મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
વાપીના છીરી વલ્લભનગર ખાતે આવેલ વરજુ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ભાડે રહેતા ધર્મેન્દ્ર વિશ્વકર્મા મૂળ-બિહાર મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરા જ છે. જે પૈકી બીજા નંબરનો દીકરો બલબીર સોમવારે સાંજે ઘરની બાલ્કનીમાં રમી રહ્યો હતો.
આ દરમિયાન બાલ્કનીમાં લગાવેલા દોઢ ફુટના રેલિંગ ઉપર ચઢી ગયા બાદ તે નીચે પડી ગયો હતો. બાળકને નીચે પડતા જોઇ સ્થાનિક મહિલા અને એક દુકાનદાર તેની પાસે દોડી આવ્યા હતા. તાત્કાલિક પરિજનો સાથે લોહીલુહાણ હાલતમાં તેને વાપીની જીવનદીપ હોસ્પિટલ બાદ હરિયા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
જ્યાં તબીબ દ્વારા ચકાસણી કરી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ડુંગરા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, મૃતક બાળકનો પરિવાર અંતિમ વિધિ કર્યા બાદ વતન બિહાર જવા રવાના થઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.