હાલ ગુજરાતમાં ગરમીએ માઝાં મૂકી છે અને ગુજરાતના ઘણાં વિસ્તારોમાં પાણીની તંગી અનુભવાઇ રહી છે. જો કે સરદાર સરોવરમાં પાણીનું સ્તર વધારે હોવાથી દુકાળની પરિસ્થિતિમાંથી હાલ તો ગુજરાત ઉગરી ગયું છે. પરંતુ અધિકારીઓની બેદરકારીને લીધે આવનારા દિવસોમાં પાણીને લીધે બીજી સમસ્યાઓ સર્જાય તેવી સ્થિતિ થઇ છે.
પાટણ જિલ્લામાં હારિજના તંબોળિયા ગામે પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં દરવાજાઓની પાસે આશરે 50 ફિટનું ગાબડું થયું છે. હાલ જો કે કેનાલમાં વધારે પાણી નથી તેથી કોઇ સમસ્યા ઉભી થઇ નથી પરંતુ જો આવનારા દિવસોમાં અચાનક વરસાદ આવે અને નર્મદા ડેમમાંથી કેનાલમાં છોડવામાં આવતું પાણી વધારવામાં આવે તો અહીંના ખેડૂતોના પાક ડૂબી જવાની પણ સંભાવના છે. બે મહિનાથી કેનાલનું સમારકામ ચાલી રહ્યું હોવાની વાતો કરતા અધિકારીઓ વરસાદ અગાઉ જો આ ગાબડું નહીં ભરે તો અહીં મોટી સમસ્યા સર્જાઇ શકે છે.
સરદાર સરોવર નર્મદા નિગમની મુખ્ય કેનાલ તંબોળિયા નજીક દરવાજાની પાસે જ 50 ફિટનું મોટું ગાબડું પડેલું દેખાય છે. હાલ પાણીનો ફ્લો ઓછો હોવાથી કેનાલ બે મહિનાથી બંધ છે. સમારકાર કરવાનો સમય ચાલી રહ્યો છે તે છતાં નિગમના અધિકારીઓ જાણે ચીર નિદ્રામાં હોય તેવું દેખાઇ રહ્યું છે.
સ્થાનિક લોકોને ભય છે કે જો પ્રથમ વરસાદમાં જ કેનાલ તૂટે તો 2017માં જે પૂરની પરિસ્થિતિ થઇ હતી તે ફરીથી થશે અને નીચાણવાળાં વિસ્તારમાં પાણી ભરાઇ જવાની પણ સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.