હાલમાં રશિયા(Russia)ના સાઇબેરિયા(Siberia)માં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ત્યાંના કેમેરોવો ક્ષેત્ર(Kemerovo area)ની કોલસાની ખાણમાં લાગેલી આગમાં 52 લોકો જીવતા ભડથું થયા છે. જેમાં છ તો બચાવદળના બચાવકર્તા હતા. આ ઘટના ગુરુવારે બની હતી. પાંચ વર્ષની અંદર બનેલી આ ઘટનાને દેશની સૌથી ભયંકર ખાણ દુર્ઘટના હોવાનું માનવામાં આવે છે.
રશિયન ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લિસ્ટવ્યાઝ્નાયા ખાણમાં કોઈ પણ જીવિતને બચાવવાની કોઈ તક જ મળી નહી. હજુ પણ ઘણા મૃતદેહો અંદર છે જેમણે બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ પુતિને પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
આ અગાઉ સમાચાર સામે આવ્યા હતા કે, કોલસાની ખાણમાં ધુમાડાને કારણે વેન્ટીલેશનમાં શ્વાસમાં પણ તકલીફના કારણે 11 ખનીકોના મોત નિપજ્યા હતા. જે 250 મીટરની ઉંડાઈ પરકાર્ય કરી રહ્યા હતા. આ અંગે સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે, 38 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જેમાંથી ચારની હાલત ગંભીર છે અને 13 અન્ય લોકોને દાખલ કર્યા વિના સારવાર આપવામાં આવી રહી છે. જાણવા મળ્યું છે કે, દુર્ઘટના સમયે ભૂગર્ભમાં 285 લોકો કામ કરી રહ્યા હતા અને તેમાંથી મોટાભાગનાને ખાણમાંથી વહેલા બહાર કાઢવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.