એક સાથે સુરતની 52 શાળાઓ થશે બંધ? આ કારણોસર 50 હજાર વિધાર્થીઓનું ભવિષ્ય મુકાયું જોખમમાં

સુરત(Surat): શહેરની શાળાઓમાં રમતગમતના મેદાન અંગે BUની પરવાનગી અને રમતના મેદાન અંગે કરવામાં આવેલ RTIના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. માનવ આયોગમાં કરવામાં આવેલ…

સુરત(Surat): શહેરની શાળાઓમાં રમતગમતના મેદાન અંગે BUની પરવાનગી અને રમતના મેદાન અંગે કરવામાં આવેલ RTIના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. માનવ આયોગમાં કરવામાં આવેલ RTI બાદ શિક્ષણ વિભાગ દોડતું થયું છે અને સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રાથમિક શિક્ષણ નિયામકની સૂચનાના આધારે સુરતની શાળાઓની ચકાસણી કરીને 52 શાળાઓને બંધ કરવાની નોટિસ ફટકારી છે. પરિણામે આ શાળાઓમાં અભ્યાસ કરી રહેલા લગભગ 50 હજાર જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

અમદાવાદ બાદ હવે સુરતમાં BU પરવાનગીના અભાવે ચાલી રહેલી શાળાઓનો કિસ્સો સામે આવ્યો છે. સુરતની શાળાઓ અને રમતના મેદાનમાં બીયુની પરવાનગી બાબતે માનવ અધિકાર પંચમાં રજુઆત કરવામાં આવી હતી. જે બાદ સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વરાછા અને પુણા ગામ વિસ્તારની 52 શાળાઓને બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે.

એક સાથે 52 શાળાઓ બંધ કરવાને લઈને શાળા સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘના પ્રમુખ જગદીશ ચાવડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે RTIને કારણે એક સાથે 52 સ્કૂલોને બંધ કરવાની નોટિસ જારી કરવી અયોગ્ય છે. અમે તમામ નિર્ણયો સાથે શાળા ચલાવવા માંગીએ છીએ પરંતુ જો કોઈ સમસ્યા હોય તો તેને ઉકેલવામાં સરકારે મદદ કરવી જોઈએ.

આ 52 શાળાઓમાં લગભગ 50 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો એક સાથે 52 શાળાઓ બંધ થશે તો 50 હજાર બાળકોને અન્ય શાળાઓમાં પ્રવેશ આપવાનો પ્રશ્ન ઉભો થશે. BU અને રમતના મેદાનોને પરવાનગી આપવા અંગેની કેટલીક નવી શરતો 2009 પહેલા લાગુ કરવામાં આવી ન હતી. 2009 પહેલા શરૂ થતી શાળાઓ આજના નિયમો દ્વારા નક્કી કરવી જોઈએ અથવા સરકારે હકારાત્મક નિર્ણય લેવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *