દરેક લોકોને પોતાના જીવનકાલ દરમ્યાન એક જીવનસાથીની ખુબ જ જરૂર પડતી હોય છે. લગ્નએ ભારતીય પરંપરાની એક અનોખી ઘટના છે. મોટા ભાગે લોકો યુવાનીમાં લગ્ન જીવનના તાંતણે બંધાતા હોય છે. પરંતુ લગ્ન એટલે યુવાનીમાં જ થઈ શકે એવું નથી અને લગ્નની ઉંમર વીતી ગઈ એવું પણ નથી. જીવનના અંતિમ પડાવ સુધી હૂંફ અને સ્નેહ જોઈ તો અંતિમ પડાવમાં પણ લગ્ન થઈ શકે છે. એવા અનેક દાખલાઓ આપણી સામે છે. સુરતનાં રીમેરેજ કરી ચૂકેલા દંપતિમાં જોકે જીવનનો છેલ્લો પડાવ તો નથી પણ તેમ છતાં આ લગ્ન અન્ય માટે પ્રેરણાદાયી ચોક્કસ છે.
અનુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 19 વર્ષમાં અમે અનેક સિનિયર સિટીઝન્સ માટે વિનામૂલ્યે પરિચય મેળા કર્યાં છે. જેમાંથી લગભગ 167 જેટલા દંપત્તિ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. પુરૂષને બાળકો હોય એવી ઈચ્છા રાખે કે બાળકોને સંભાળે એવી પત્ની મળે પરંતુ બાળકો ધરાવતી મહિલાને સ્વીકારવા તે મોટાભાગે તૈયાર થતાં નથી આ એક સાચી હકીકત છે.
અમારા ફાઉન્ડેશ દ્વારા થયેલા લગ્નનોમાં ત્રણથી ચાર લગ્ન એવા છે જેમાં બાળકો ધરાવતી મહિલા સાથે પુરૂષે લગ્ન કર્યાં હોય. છેલ્લી ઉંમરે સથવારો મળે અને જીવન બોજા વિનાનું સરળ રીતે પસાર કરી શકે એ હેતુથી અનુબંધ સિનિયર સિટીઝન્સનાં લગ્ન કરાવે છે.
સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા 52 વર્ષના રસીકભાઈ ગોધાણીએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલા પ્રથમ પત્ની સાથે ડિવોર્સ થયા બાદ એકલતાભર્યા જીવનનો કંટાળો આવતો હતો. એવું લાગતું હતું કે બડી ઉદાસ હૈ જીંદગી કોઈ તો સાથી ચાહીએ. આખરે અનુબંધ ફાઉન્ડેશનના પરિચય મેળામાં મને તેનો પરિચય થયો.
તે મૂળ અમરેલીનાં અને તેનું નામ ભૂમિકા પટેલ. ઉંમર 40 વર્ષ અને બે બાળકો. એક જેકીલ 11 વર્ષનો અને કાવ્ય 6 વર્ષનો. તેના પતિનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. તેને બાળકોની જવાબદારી લઈ શકે તેવા પિતાની અને મને બાળકો હોય એવી માતાની તલાશ હતી. અમારી તલાશ અનુબંધના માધ્યમથી પુરી થઈ.
આજે અમારા લગ્નને ચાર મહિના થયા અમારો ચાર જણાનો પરિવાર ખુબ ખુશખુશાલ છે. પત્નીનું અને મારું જીવન એકદમ સાદુ છે. તેને રસોઈ બનાવવાનો શોક અને મને ખાવાનો શોખ. બન્ને બાળકો મારા બાળકો સમાન છે. હાલ બન્નેનું સ્કૂલમાં એડમીશન પણ લઈ લીધું છે. અત્યારે સ્કૂલ બંધ હોવાથી હું જ બંન્નેને ઘરે અભ્યાસ કરાવું છું. જીવનના છેલ્લા પડાવમાં જીવનસાથી સાથે હોય તો જીવનનો ભાર લાગતો નથી તેથી જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો અને એ નિર્ણય અમારા બન્ને માટે મધુરો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle