ગીર-સોમનાથ(Gir-Somnath): ગીરમાં માનવભક્ષી જાનવરોનો આંતક અવાર નવાર સામે આવતો જ રહે છે. શિકારની શોધમાં ઘણી વાર ગ્રામ્ય વિસ્તારોમાં પહોચી જતા માનવભક્ષી જાનવરો માણસોને પણ પોતાના શિકાર બનાવી દેતા હોય છે. ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર(Kodinar) તાલુકામાં મોડી સાંજે કપડાં ધોઈ રહેલી આઘેડને પાછળથી માનવભક્ષી દીપડાએ હુમલો કરી શિકાર બનાવી છે. ઘટના બનતા ગ્રામજનોમાં રોષ સાથે ભયની લાગણી પ્રસરી છે. સાથે જ જો આ વિરુદ્ધ કડક પગલા લેવામાં નહિ આવે તો ગ્રામજનો દ્વારા આંદોલન પણ કરવામાં આવશે.
200 મીટર દુર લોહીથી ખરડાયેલી હાલતમાં વૃધ્ધા મળી:
મળતી માહિતી અનુસાર, 55 વર્ષીય અંતુંબા ગંભીરસિંહ ઝાલા નામની વૃધ્ધા કોડીનાર તાલુકાના ઘાટવડ ગામની રહેવાસી છે. તે સીમ વિસ્તારમાં ખેતરના મકાનમાં સાંજે આઠેક વાગ્યા આસપાસ બહાર કપડાં ધોઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ પાછળની ખુંખાર દીપડાએ તરાપ મારી હુમલો કર્યો હતો. ત્યારબાદ દીપડો વૃધ્ધાને ઝડબામાં દબોચીને 200 મીટર દુર શેરડીના વાડમાં ઘસડીને લઈ જઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા.
View this post on Instagram
ત્યારે વૃધ્ધા મળી ન આવતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તપાસ હાથ ધરતા 200 મીટર દુર લોહીથી ખરડાયેલી હાલતમાં વૃધ્ધા અંતુંબાનો મૃતદેહ શેરડીની વાડમાંથી મળી આવ્યો હતો. જેના પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. સાથે જ સમગ્ર ગ્રામજનોમાં રોષ પણ ફેલાયો હતો.
આરએફઓ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી
આ સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને થતાં આરએફઓ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. વનવિભાગના પ્રાથમિક અનુમાન મુજબ ખુંખાર દીપડાએ જ હુમલો કર્યો હોવાનું જણાયું હતું. જેથી હુમલાખોર દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જ્યારે માનવભક્ષી બનેલો દીપડો વધુ કોઈનો જીવ લે તે પહેલા તેને ગોળી મારવા અથવા બાર કલાકમાં પાંજરે પૂરો નહીંતર આંદોલન કરવાની ફરજ પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.