સુરત પોલીસ કમિશ્નરનું જાહેરનામું- બે મહિનાની અંદર ઢોર માલિકોએ કરવું પડશે આ કામ, નહિતર થશે કડક કાર્યવાહી

સુરત(Surat): શહેર પોલીસ દ્વારા રસ્તા પર રખડતા ઢોરો પર નિયંત્રણ રાખવા જાહેર કરવામાં આવેલા જાહેરનામાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. રખડતા ઢોર અને ઢોરને…

સુરત(Surat): શહેર પોલીસ દ્વારા રસ્તા પર રખડતા ઢોરો પર નિયંત્રણ રાખવા જાહેર કરવામાં આવેલા જાહેરનામાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. રખડતા ઢોર અને ઢોરને આપવામાં આવતા ઘાસચારા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પોલીસ કમિશ્નર(Commissioner of Police Surat) અજયકુમાર તોમર(Ajay Kumar Tomar) દ્વારા બે મહિનાની સમય મર્યાદા સાથે બહાર પાડવામાં આવ્યું છે. જે જાહેરનામાં હેઠળ બે મહિનામાં પશુપાલકોએ તેમના તમામ ઢોરોનું રજીસ્ટ્રેશન મહાનગરપાલિકા(SMC) અંતર્ગત કરાવી દેવું પડશે. આ ઉપરાંત જાહેર માર્ગ, ફૂટપાથ તથા જાહેર સ્થળો પર ઢોરને આપવામાં આવી રહેલા ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ફરી એક વાર ઢોરોના માલિક માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરની હુકુમતમાં આવતા વિસ્તારની અંદર વસવાટ કરતા તમામ ઢોરોના (ગાય, ભેસ, વગેરે ઢોર) માલિક, ગોપાલકો માટે જાહેરનામું બહાર પાડીને ખાસ સૂચના આપી દેવામાં આવી છે.

જો વાત કરવામાં આવે તો પોલીસ કમિશનરનું આ જાહેરનામું પ્રસિધ્ધ થયાના 60 દિવસની અંદર પોતાની માલિકીના તમામ ઢોરોને SMC તરફથી લગાડવામાં આવનાર ટેગ તથા ચીપ લગાવડાવની રહેશે. તેના દ્વારા પોતાના ઢોરનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી લેવા પોલીસ કમિશનર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

​​​​​​​આ સાથે ટેગ તથા ચીપ લગાડેલ ઢોરની માલિકી બદલાય તો, એટલે કે આવા રજિસ્ટ્રેશન કરવામાં આવેલા ઢોરના જો માલિક દ્વારા વેચાણ, ગીરો, બક્ષિસ, અથવા વારસાઇ રૂપે માલિકી હક બદલાય તો તેની માહિતી જેતે ઢોરના માલિકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવાની રહેશે. આ સાથે જ જો ઢોરનુ મરણ થાય તો પણ તેની માહિતી તેના માલિકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવાની રહેશે.

મહત્વનું છે કે, આ ઉપરાંત સુરત શહેર વિસ્તારમાં પોલીસ કમિશનરની હકુમત હેઠળ સમગ્ર વિસ્તારમાં જાહેર માર્ગ, ફુટપાથ તથા જાહેર સ્થળો ઉપર કોઇપણ વ્યકિત દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આ હુકમ આગામી તારીખ 16/04/2023થી 14/06/2023 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેવી ચેતવણી પણ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *