ગુજરાત(Gujarat): રાજ્યમાં ગઈકાલે ધૂળેટીના તહેવાર પર અનેક પ્રકારની દુર્ઘટનાઓ બની હતી. જેમાં રાજકોટ(Rajkot) જીલ્લામાં ધૂળેટી પર્વ નિમિત્તે અનેક દુર્ઘટના(Accident)ઓ ઘટવા પામી હતી. જો વાત કરવામાં આવે તો રીબડા રેલ્વે સ્ટેશન(Ribda Railway Station) પર રાજકોટ બાજુ જતી ઈન્ટરસીટી ટ્રેને 11 બળદને અડફેટે લીધા હતા. જે પૈકી 6 બળદના મોત નિપજ્યા હતા અને 5 જેટલા બળદ ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા ગૌરક્ષકોનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
6 બળદ ટ્રેન સાથે અથડાતા મોત:
મળતી માહિતી અનુસાર, રાજકોટના રીબડા રેલ્વે સ્ટેશન પર બપોરના સમય દરમિયાન એક ઈન્ટરસીટી ટ્રેન આવી રહી હતી. આ દરમિયાન 11 જેટલા બળદ રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રેનના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે કુલ 6 જેટલા બળદની ટ્રેન સાથે જોરદાર ટક્કર થઇ હતી. જેનાં લીધે ઘટના સ્થળે જ બળદના મોત નીપજ્યા હતા.
અકસ્માત થતા જ બળદ માલિક ફરાર:
અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માત થતા જ બળદનો માલિક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારે ઘટનાની જાણ ગૌરક્ષકોને થતા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ્રના સભ્યો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બળદને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપ્યા પછી એનિમલ શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહત્વનું છે કે, રીબડા રેલવે સ્ટેશન ઉપર રેલવેની ઠોકરે લાગતા બળદ 6 નાં મોત 5 જેટલા બળદ ધાયલ થયા હતા. ઘટના સર્જાતા બળદના માલિક ફરાર થઈ ગયો હતો. ઘાયલ બળદોને એનિમલ શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.