ગુજરાત: ગાય માટે ઘાસ કાપવા ગયેલી મહિલા પર 6 હવસખોરોએ પાશવી બળાત્કાર આચર્યા બાદ કરી હત્યા

વડોદરા(ગુજરાત): આજકાલ દુષ્કર્મ અને છેડતીના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. ત્યારે ફરીવાર જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામમાં 6 નરાધમે સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ મહિલાની…

વડોદરા(ગુજરાત): આજકાલ દુષ્કર્મ અને છેડતીના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. ત્યારે ફરીવાર જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામમાં 6 નરાધમે સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ મહિલાની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. હત્યા કર્યા બાદ હત્યારાઓએ મહિલાની લાશ ખેતરમાં જ ફેંકી દીધી હતી. વડોદરા જિલ્લા પોલીસનો ડોગ એક આરોપી પાસે જઈને ભસતાં પોલીસ દ્વારા સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો હતો. વડોદરા LCBએ ગણતરીના કલાકોમાં જ 6 આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલાની એકલતાનો લાભ લઇ સામૂહિક દુષ્કર્મ આચરી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારનાર 6 નરાધમની જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, કરજણ તાલુકાના ચકચારી રહસ્યમય રેપ વિથ મર્ડરના બનાવનો પર્દાફાશ જિલ્લા પોલીસતંત્રના સ્નિફર ડોગ જાવાએ કર્યો છે.

વડોદરા જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઇએ આ બનાવની માહિતી આપતાં કહ્યું કે, પાદરા તાલુકાની પરિણીતાને પતિ સાથે અણબનાવ બનતાં 17 વર્ષથી પોતાનાં બે સંતાનો સાથે રહેતી હતી અને ખેતમજૂરી કરીને પોતાનું તથા પોતાનાં સંતાનોનું ગુજરાન ચલાવતી હતી. 16 ઓગસ્ટની સાંજે દરરોજની જેમ જ તે ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગઇ હતી. તે દરમિયાન, 6 હવસખોરો ત્યાં ધસી આવ્યા હતા અને મહિલાની એકલતાનો લાભ લઇ તેના ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ આચર્યા બાદ ફફડી ગયેલા નરાધમોએ પુરાવાનો નાશ કરવા માટે દુપટ્ટાથી મહિલાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. આ દરમિયાન મોડી રાત સુધી મહિલા ઘરે પરત ન આવતાં પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મહિલા પાસેના મોબાઇલ ફોનની રિંગ મારતાં-મારતાં શોધવા નીકળેલા પરિવારને એકાએક ખેતરમાં રિંગ સંભળાતાં પરિવાર સ્થળ પર પહોંચ્યો હતો, જ્યાં મહિલાને મોતને ઘાટ ઉતારાયેલી હાલતમાં જોતાં અને તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું ધ્યાનમાં આવતાં પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

આ દરમિયાન પરિવારે કરજણ પોલીસ મથકમાં મહિલાની હત્યા અને તેના ઉપર દુષ્કર્મ થયું હોવાની શંકા સેવતી ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ડભોઇ ડિવિઝનના ડીવાયએસપી કલ્પેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ ડી.બી. વાળા અને કરજણ પી.આઇ. એમ.એ. પટેલે પોતાના સ્ટાફ, ડોગ-સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ અંગે વડોદરા જિલ્લા પોલીસવડા સુધીરકુમાર દેસાઇએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લા પોલીસની ટીમ દ્વારા પોલીસતંત્રમાં તાજેતરમાં જ નવા આવેલા જાવાના નામના ડોગના ડોગ-હેન્ડલર અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ મોહનિયાને સાથે રાખી ગુનાના સ્થળથી મહિલાનો દુપટ્ટો અને ઘટનાસ્થળે પડેલી પાણીની બોટલની સ્મેલ લેવડાવી જાવાને આરોપીઓની શોધખોળ માટે તપાસ કરાવી હોવાનું સામે આવ્યું છે.

જાવા ઘટનાસ્થળથી 500થી 700 મીટર દૂર આવેલી વસાહત પાસે જઇ અટકી ગયો હતો અને વસાહતમાં જઇ એક વ્યક્તિ પર શંકા સેવી ભસવા લાગતાં પોલીસ દ્વારા તેની અટકાયત કરીને ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે બિહારનો રહેવાસી અને નામ લાલ બહાદુર ગિરજારામ હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવતા તેણે મહિલા સાથે અન્ય પાંચ સાગરીતોએ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબૂલાત કરી હતી.

લાલ બહાદુર ગિરજારામે એવી પણ કબૂલાત કરી હતી કે, હું તેમજ સાથી મિત્રો ખેતર પાસેના રેલવે-ટ્રેક પર બેઠા હતા. એ દરમિયાન, ખેતરમાં ઘાસ કાપવા જઇ રહેલી મહિલાને જોતાં તેનો પીછો કર્યો હતો અને ત્યારબાદ મહિલાને પકડી તેની ઉપર આ દરેક હવસખોરોએ દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યા બાદ દુપટ્ટાથી તેના ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પોલીસ દ્વારા લાલ બહાદુર ગિરજારામની કબૂલાતના આધારે મહિલા ઉપર દુષ્કર્મ આચરનાર દિલીપ શ્રીમુખલાલ ચૌધરી, જગ્ગુપ્રસાદ સુભાષચંદ પંડુ, પ્રમોદ રામચરણ પંડુ, રામસુરત સુભાષચંદ પંડુ અને અર્જુન લાલચંડ પંડોરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *