માતાને કરંટ લગતા બંને દીકરા બચવવા દોડ્યા પરંતુ એવી ઘટના સર્જાઈ કે સમગ્ર પરિવારમાં છવાયો દુઃખનો માહોલ

હાલમાં એક એવી દર્દનાક ઘટના સામે આવી છે જેમાં ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા લોઢવાડના ટેકરા નીચે નદી કિનારે આવેલી ઝૂંપડપટ્ટીમાં મંજુબેન ઉદયસંગ ઓડ…

હાલમાં એક એવી દર્દનાક ઘટના સામે આવી છે જેમાં ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા લોઢવાડના ટેકરા નીચે નદી કિનારે આવેલી ઝૂંપડપટ્ટીમાં મંજુબેન ઉદયસંગ ઓડ તેના પરિવાર સાથે રહે છે. તેમના ઘરના પતરાને અડીને વીજ લાઈનનો વાયર પસાર થાય છે. ઓડ પરિવારે કપડાં સુકવવાનો તાર ઘરના પતરા સાથે લગાવેલો હોવાથી ગેલવેનાઇઝની એંગલ સાથે બાંધેલો હતો.

ગુરુવારે મંજુબેન વહેલી સવારે 6:30 વાગ્યાના સમયગાળામાં બહાર તાર ઉપર કપડાં સુકવી રહ્યાં હતા. આ દરમિયાન તેમને અચાનક કરંટ લાગ્યો હતો. માતાને વીજ કરંટ લાગતા જ તેમના પુત્ર ભરત અને અર્જુન તેમને બચાવવા બહાર દોડી ગયા હતા.

બંને માતાને બચાવવા જતા બંનેય પુત્રોને પણ વીજ કરંટ લાગ્યો હતો. જોકે મોટા ભાઈ અર્જુને લાકડાનો સપાટો મારી છોડાવવાનો પ્રયાસ કરતા તાર તેને વીંટળાઈ ગયો હતો અને તેને વધુ વીજ કરંટ લાગવાથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતુ.

જોકે, માતા અને નાના ભાઈ ભરતને વીજ કરંટ લાગતા 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોચીને અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. વીજકર્મીઓ દ્વારા પણ સ્થળ પર દોડી આવીને વાયરને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *