અકસ્માત જોવા ઉભેલા અમદાવાદીઓ પર જગુઆર ગાડી ચડી જતા 9 ના મોત

9 people died in an accident in Ahmedabad: અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પાસે ગઈ કાલે મોડી રાત્રે એક અનોખો અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના(9 people…

9 people died in an accident in Ahmedabad: અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પાસે ગઈ કાલે મોડી રાત્રે એક અનોખો અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના(9 people died in an accident in Ahmedabad) કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે.

અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનું પણ મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે આ નવ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માત કેટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ અને 30 ફૂટ દૂર દૂર ફંગોળાયા હતા.

અમદાવાદમાં ભયંકર અકસ્માત
શહેરના ઇસ્કોન બીજ પરથી પસાર થતા ડમ્પરની પાછળ એક મહેન્દ્ર થાર ઘુસી જતા મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. મોડી રાત્રે બનેલા આ અકસ્માતના કારણે બ્રિજ ઉપર ચકાવનારો આ બનાવ બન્યો હતો. પરંતુ તેનાથી ગંભીર ઘટના ત્યાર પછી બની હતી. જ્યારે લોકો અકસ્માત જોઈ રહ્યા હતા.

સમય કર્ણાવતી ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કાર અંદાજે તેની સ્પીડ 160 થી પણ વધુ સ્પીડે હતી. આ કાર અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતાં કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ સહિત નવ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10 થી વધુ લોકોને ગંભીર પ્રમાણ માં ઈજા પહોંચ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

મૃતકોનાં નામ
1- નિરવ રામાનુજ -22 વર્ષ ચાંદલોડિયા

2- અમન કચ્છી 25 વર્ષ – સુરેન્દ્રનગર

3- કૃણાલ કોડિયા ઉંમર 23 વર્ષ – બોટાદ

4- રોનક રાજેશભાઇ વિહલપરા ઉંમર 23 – બોટાદ

5- અરમાન અનિલ વઢવાનિયાં -ઉંમર 21 સુરેન્દ્રનગર

6- અક્ષર ચાવડા – ઉંમર 21 બોટાદ

7- ધર્મેન્દ્રસિંહ -40 વર્ષીય ઉંમર ટ્રાફિક SG2 પોલીસ સ્ટેશન,પોલીસકર્મી

8- નિલેશ ખટિક ઉંમર 38 વર્ષીય, જીવરાજ પાર્ક હોમગાર્ડ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ

ટ્રાફિક વિભાગના એસીપીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી
આ અંગ ટ્રાફિક વિભાગના એસીપી એસ જે મોદીએ મીડિયા રિપોર્ટને જણાવ્યું છે કે, આ બનાવમાં છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર  જેગુવાર  ચાલક પણ ઘાયલ થતાં તેને અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

આ બનાવ બાદ સ્થાનિક પોલીસ અને અન્ય લોકો ત્યાં પહોંચી ચૂક્યા હતા. જ્યારે અકસ્માત કરનાર કારની અંદર ગોતા વિસ્તારમાં ભૂખ્યા તેમ જ ધરાવતા વ્યક્તિનો દીકરો અને બીજા એક યુવક અને યુવતી પણ હતા. જેઓને પણ ગંભીર ઈજા થઈ હતી. આ બનાવ બાદ કારચાલક અને લોકોએ સબક શીખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેને કેટલાક લોકોએ બચાવીને સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. બે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે અસરાવા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. જેમના નામ નિઝામ શેખ નારાયણ ગુજર છે. જ્યારે કારમાં બેઠેલી યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી.

અકસ્માત નજરે જોનાર વ્યક્તિ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા ગંભીર અકસ્માતને નજરે જોનાર અને દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં કુરેશી અલતમસ નામના યુવકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ઇસ્કોન બ્રિજ ઉપર ડમ્પર સાથે થાર ગાડીનો અકસ્માત થયો હતો. જે અકસ્માત જોવા માટે હું અને અમારા મિત્રો ત્યાં ઉભા રહ્યા હતા તે દરમિયાનમાં ખૂબ જ સ્પીડમાં એક ગાડી આવી હતી અને ત્યાં અકસ્માત જોવા ઊભેલા લોકોને અડફેટે લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *