અમદાવાદ અકસ્માતમાં પિતા ગુમાવનાર પુત્રીનું એક જ રટણ: ‘પપ્પાને પાછા લાવો…’ -અંતિમયાત્રામાં સર્જાયા કરુણ દ્રશ્યો

Head Constable Jaswant Singh Died In Ahmedabad Accident: બુધવારની રાત અમદાવાદ માટે એક કાળી રાત સાબિત થઈ હતી. શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર…

Head Constable Jaswant Singh Died In Ahmedabad Accident: બુધવારની રાત અમદાવાદ માટે એક કાળી રાત સાબિત થઈ હતી. શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર વચ્ચે થયેલા અકસ્માતને કેટલાક લોકો જોવા ઊભા હતા. ત્યારે 160ની ઝડપે આવતી જેગુઆર કારચાલક તથ્ય પટેલે અડફેટે લેતાં નવ લોકોના કરુણ મોત નીપજ્યાં હતાં. ત્યારે આ ઘટનામાં મધરાત્રે S.G હાઇવે ચીસોથી ગુંજી ઊઠ્યો હતો. જેમાં મૂળ ગોધરા તાલુકાના(Head Constable Jaswant Singh Died In Ahmedabad Accident) સાંપા ગામના વતની અને અમદાવાદ ખાતે પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરી રહેલા જશવંતસિંહ ચૌહાણનું પણ અકાળે મોત નીપજ્યું હતું.

ત્યારે જશવંતસિંહનો પાર્થિવદેહ સાંપા ગામે પહોંચતા જ આખું ગામ હીબકે ચડ્યું હતું અને સમગ્ર વાતાવરણ આક્રંદથી ગમગીન બની ગયું હતું. તો ઘટનાના બીજા દિવસે તેમની અંતિમયાત્રા નીકળતા લોકોની આંખો આંસુ આવી ગયા હતા. પંચમહાલ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. આ અકસ્માત સર્જનાર જેગુઆર કારચાલક યુવક તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ, 3 યુવતી સહિત 6ની પોલીસે અટકાયત પણ કરી છે.

પુત્ર-પુત્રી અને પત્નીને વિલાપ કરતા મૂકી ગયા
અમદાવાદ શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર થયેલા ગભીર અકસ્માતમાં નવ લોકોનાં મોત થયાં હતાં. જેમાં મોતને ભેટનારાઓમાં પંચમહાલ જિલ્લાના મૂળ વતની એવા અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલ જસવંતસિંહ ચૌહાણનો પણ સમાવેશ થાય છે.

તેમના અવસાનથી તેમના પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેમના પરિવારમાં તેઓ પત્ની, પુત્ર અને પુત્રીને એકલા મૂકીને ચાલી ગયા છે. સાંપા ખાતે તેમના માદરે વતનમાં મૃતદેહને લાવવામાં આવ્યો હતો.

અમારા ઘરનો દિવો ઓલવાઈ ગયો
જશંવતસિંહના પુત્ર અમુલકુમાર સાથે મીડિયા રીપોર્ટ ની ટીમ સાથે વાત કરતાં તેમણે ધ્રૂસકે ધ્રૂસકે રડતાં જણાવ્યું છે કે, આવું ના થવું જોઈએ, પરંતુ શું કરવાનું જે નહોતું થવાનું એ થઈ ગયું. નિર્દોષેને શું લેવા દેવા આમાં? અમારા ઘરનો દિવોતો ઓલવાઈ ગયો છે. મે જ્યારે પપ્પના મિત્રનું સ્ટેટસ જોયું ત્યારે જાણ થઈ કે પપ્પા હવે નથી રહ્યા. પાપીઓને છોડવા જોઈએ નહિં, નિર્દોષોને કચેડી નાખનાર તથ્ય પટેલને ફાંસીની સજા જ થવી જોઈએ. આમાં નિર્દોષોનો ભોગ લેવાઈ ગયો છે.

બેટા હું સવારે આવી જઈશ અને સવારે પપ્પાના મોતના સમાચાર આવ્યા
અકસ્માતમાં મોતને ભેટલા જસંવતસિંહની પુત્રીએ રડતા રડતા જણાવ્યું કે, મારા પપ્પાનો રાતે ફોન આવ્યો હતો અને મારા ખબર અંતર પુછ્યા હતા. કે તે જમ્યું કે નહિં. અને સવારે આ રીતે તેમના મોતના સમાચાર આવ્યા. એટલું બોલતા જાગૃતિ વધુને વધુ રડીને મારા પપ્પાને પાછા લાવો તેમ કહીને ડુસકા ભરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *