જુઓ શા માટે મહિલા પાયલોટ અને પતિની જાહેરમાં કરાઈ ધોલાઈ- પોલીસે બંનેની કરી ધરપકડ

Woman Pilot And Her Husband Thrashed In Delhi: દિલ્હીના દ્વારકામાં એક મહિલા પાયલટ અને તેના પતિને ટોળાએ ખુબ માર માર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલાની નોંધ લેતા ઈન્ડિગોએ આજે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે જે વીડિયો સર્ક્યુલેટ થઈ રહ્યો છે તેમાં જે વ્યક્તિને ઈન્ડિગોનો કર્મચારી ગણાવવામાં આવી રહ્યો છે તેને હાલ માટે ફરજ(Woman Pilot And Her Husband Thrashed In Delhi) પરથી હટાવી દેવામાં આવી છે. ઈન્ડિગોએ વધુમાં કહ્યું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે.

હાલમાં દ્વારકામાં મહિલા પાયલોટ અને તેના પતિને માર મારવામાં આવી રહ્યો હોય તેવો એક વિડીયો સોસીયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થયી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો મહિલા પાયલટ અને તેના પતિને બેરહેમીથી માર મારી રહ્યા છે. તેના પર તેના ઘરે ઘરકામ કરતી બાળકીને નિર્દયતાથી માર મારવાનો આરોપ લાગ્યો છે. અહીં પોલીસે મહિલા પાયલટને 14 દિવસના રિમાન્ડ પર તિહાર જેલમાં મોકલી છે.

દ્વારકાના ડીસીપી એમ હર્ષ વર્ધને જણાવ્યું હતું કે દંપતી સામે IPC કલમ 323 (હુમલો), 324 (ગંભીર ઇજા પહોંચાડવી), 342 (ખોટી રીતે કેદ) અને બાળ મજૂરી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, બાળકીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. જેના કારણે બાળકીના શરીર પર ઈજાના નિશાન પડી ગયા હતા. જ્યારે માતા-પિતાએ બાળકીને આ હાલતમાં જોઈ તો તેમણે પોલીસમાં ફરિયાદ કરી. પરંતુ પોલીસ ત્યાં પહોંચે તે પહેલા જ ટોળાએ દંપતીને માર માર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *