આ એક 6 વર્ષની છોકરી અને તેના બે ભાઈ-બહેનની કહાની છે. જેમણે પોકેટ મનીમાંથી પૈસા બચાવ્યા અને 5 કરોડનું ઘર ખરીદ્યું છે. આ માટે તેણે ડિપોઝીટના પૈસા જમા કરાવ્યા છે. આ બાળકોએ પૈસા બચાવવા પિતાને તેમના કામમાં મદદ કરી અને પોકેટ મનીથી પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હતું.
View this post on Instagram
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક છ વર્ષની બાળકીએ તેના બે નાના ભાઈ-બહેનો સાથે મળીને 5 કરોડ રૂપિયાનું પહેલું ઘર ખરીદ્યું છે. ત્રણેય બાળકોએ પોકેટ મનીમાંથી દોઢ લાખ રૂપિયા બચાવ્યા અને બાકીની મદદ પિતાએ કરી. આ પછી, ત્રણેય બાળકો સત્તાવાર રીતે 5 કરોડના ઘરના માલિક બની ગયા. એક ન્યુઝમાં આ બાળકીએ કહ્યું- ‘મારું નામ રૂબી છે અને મારી ઉંમર છ વર્ષની છે. હું મારું પહેલું ઘર ખરીદવા જઈ રહી છું.’
આ બાળકો પૈસા કમાવવા માટે તેમના પિતાના કામમાં પણ મદદ કરતા હતા. ત્રણેય બાળકોએ પોતાના પોકેટ મનીમાંથી 2-2 હજાર ડોલર બચાવ્યા હતા. આ પછી તેના પિતાએ પણ તેની મદદ કરી, જેના પછી તે હવે લગભગ 5 કરોડ રૂપિયાના ઘરની માલિક છે. રૂબી, ગસ અને લુસી નામના આ ત્રણ ભાઈ-બહેનોએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નથી 48 કિમી દૂર ક્લાઈડ (ક્લાઈડ, મેલબોર્ન)માં આ ઘર લીધું છે. તેમના પિતાએ તેમને આ ઘર ખરીદવાની સલાહ આપી.
View this post on Instagram
આ બાળકોના પિતા કેમ મૈક્લેલને જણાવ્યું કે, તેણે પોતાના બાળકોને પ્રોપર્ટી ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઘરની કુલ કિંમત હવે 5 કરોડથી વધુ છે. પરંતુ આગામી 10 વર્ષમાં તેની કિંમત લગભગ બમણી થઈ જશે. ડેલી મેલ અનુસાર, કેમ મૈક્લેલન, પ્રોપર્ટી કંપની ઓપન કોર્પના કોફાઉન્ડર છે. તેણે તાજેતરમાં એક રોકાણના સંદર્ભમાં એક પુસ્તક લખ્યું છે.
આ બાળકો પિતાને ઘરના કામમાં મદદ કરતા હતા, જેમાંથી તેમને પોકેટ મની મળતી હતી. પિતાનું પુસ્તક ‘માય ફોર યર ઓલ્ડ, ધ પ્રોપર્ટી ઈન્વેસ્ટર’નું પેકિંગ કરવામાં પણ મદદ કરી. આ પુસ્તક બેસ્ટ સેલર પુસ્તક છે. જે મૈક્લેલને તેના બાળકોને સમર્પિત કરી છે. આ પુસ્તક નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કૈમે કહ્યું કે, મેં આ પુસ્તક મારા બાળકો માટે લખ્યું છે જેથી તેઓ જોઈ શકે કે પ્રોપર્ટી કેવી રીતે બને છે. આ બાળકોએ ખરીદેલા બ્લોકની કિંમત 2032માં બમણી થવાની ધારણા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.