21 વર્ષની ઉંમરે આ મહિલાએ એવો બિઝનેસ શરુ કર્યો કે, 6 વર્ષમાં જ બની ગઈ 120 કરોડની માલકિન!

કેનેડાના ઓન્ટેરીયોમાં રહેતી 27 વર્ષીય મહિલાએ લગભગ છ વર્ષમાં કરોડોની સંપત્તિ મેળવી છે. લિન્ડા બાયટીકી નામની આ મહિલાએ 21 વર્ષની ઉંમરે 4 કરોડ રૂપિયાથી ઓછી…

કેનેડાના ઓન્ટેરીયોમાં રહેતી 27 વર્ષીય મહિલાએ લગભગ છ વર્ષમાં કરોડોની સંપત્તિ મેળવી છે. લિન્ડા બાયટીકી નામની આ મહિલાએ 21 વર્ષની ઉંમરે 4 કરોડ રૂપિયાથી ઓછી મૂડી સાથે રિયલ એસ્ટેટ બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ લિન્ડાનો દાવો છે કે માત્ર છ વર્ષમાં તેની સંપત્તિ 120 કરોડ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Linda Bytyqi (@lindabytyqi)

આ મહિલા હવે પોતાને રિયલ એસ્ટેટ રોકાણકાર અને કોચ તરીકે વર્ણવે છે. ઇન્સ્તાગ્રામ અને ટીકટોક પર આ મહિલા, લીન્દાફીનાન્સ નામથી એકાઉન્ટ ચલાવે છે અને લોકોને બિઝનેસ ટિપ્સ પણ આપે છે. મહિલા દાવો કરે છે કે, હાલમાં તેની પાસે લગભગ 180 ફ્લેટ છે જે તેણે ભાડે આપ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Linda Bytyqi (@lindabytyqi)

ટિકટોક પર વિડિયો શેર કરતાં મહિલાએ જણાવ્યું કે તેણે કેવી રીતે 120 કરોડની સંપત્તિ બનાવી. ‘ધ સન’માં છપાયેલા સમાચાર અનુસાર આ મહિલાએ જણાવ્યું કે, તેણે 21 વર્ષની ઉંમરથી પૈસા કમાવવાનું શરૂ કર્યું હતું. આ મહિલાએ ખુલાસો કર્યો કે આટલા પૈસા કમાવા સુધીની તેની સફર ખૂબ જ રસપ્રદ હતી. આ માટે તેને નોકરી પણ છોડવી પડી હતી. અને આજની તારીખમાં તેની પાસે એટલા પૈસા છે કે તે લક્ઝરી લાઈફનો આનંદ માણી રહી છે. તેની પાસે ખૂબ જ મોંઘી અને શાનદાર BMWi8 ગાડીઓ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Linda Bytyqi (@lindabytyqi)

આ મહિલાએ આટલી બધી સંપત્તિ કેવી રીતે એકઠી કરી?
આ મહિલા કહે છે કે તેઓ- “ખરીદો, નવીનીકરણ કરો, ભાડે આપો, પુનર્ધિરાણ કરો, પુનરાવર્તન કરો.” પગલાંઓનો સહારો લીધો અને તેના કારણે સારી પ્રગતિ કરી.

ઘણા લોકોને શંકા રહે છે કે, તેઓએ પ્રોપર્ટીમાં રોકાણ કરવું જોઈએ કે નહીં? આ મહિલાએ સમજાવ્યું કે, રિયલ એસ્ટેટ ખરેખર તમારા અને તમારા પરિવાર માટે સૌથી સુરક્ષિત રોકાણોમાંનું એક છે. તેણે કહ્યું કે લોકો તેને વારંવાર પૂછે છે કે, શું રિયલ એસ્ટેટમાં પૈસા કમાવવા મુશ્કેલ છે? આના પર લિન્ડાએ કહ્યું કે જો તમને વધુ સારા પરિણામો જોઈએ છે તો તમારે સતત તેની સાથે વળગી રહેવું પડશે અને તમારો પોર્ટફોલિયો વધારવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *