જે ઉંમર માં બાળક રમી રહ્યા છે. તે ઉંમરમાં એક છોકરી અરબોપતિ બની ગઈ છે. તમે તે છોકરી વિશે જાણીને હેરાન રહી જશો. છ વર્ષની કોરિયામાં રહેવાવાળી છોકરી એ આઠ મિલિયન ડોલર એટલે કે કદાચ 55 કરોડ રૂપિયા નું ઘર ખરીદ્યયું છે. આ છોકરી યુટ્યુબ ચેનલ માં 30 મિલિયન એટલે કે 3 કરોડથી વધુ સબસ્ક્રાઇબર ધરાવે છે. આવો જાણીએ આ છોકરી વિશે.
આ યુટ્યુબ સેલિબ્રિટી છોકરીનું નામ બોરમ જણાવવામાં આવ્યું છે. અને તેને યુટ્યુબ પર બે ચેનલ છે. આ બંને ચેનલ માં આ છોકરી રમકડા નો રીવ્યુ કરે છે. બોરમ દક્ષિણ કોરિયાના સીયોલ માં રહે છે. અને તે યુટ્યુબ ચેનલ ઉપર ખૂબ જ પ્રખ્યાત થઇ જાય છે. લોકોને બોરમની માસૂમિયત અને વાતો સારી લાગે છે. આ છોકરીએ એક વીડિયોમાં 376 મિલિયન એટલે કે 37.6 કરોડ વ્યું મેળવ્યા હતા. જે વીડિયોમાં આ છોકરી રસોડાના પ્લાસ્ટિકના વાસણ મા નૂડલ્સ બનાવી રહી છે.
આ છોકરીએ પોતાની કમાણી દ્વારા દક્ષિણ કોરિયાની રાજધાની સીરીયલ માં આઠ મિલિયન ડોલર એટલે કે ૫૫ કરોડ રૂપિયા નું પાંચ માળ નું એક ઘર ખરીદ્યું છે. આ ઈમારત વર્ષ 1975 મા બનાવવામાં આવી હતી. આ ઇમારત 2780.32 સ્ક્વેર ફૂટનો છે.
એક અહેવાલ અનુસાર,બોરમ ની યુટ્યુબ ચેનલ ને તેનો પરિવાર ચલાવે છે. બોરમ રમકડાના રિવ્યૂ કરે છે.કોરિયા ના સૌથી વધુ કમાણી કરનાર ચેનલમાં આ બંને ચેનલનો સમાવેશ થાય છે. યુટ્યુબના જાણકારોના જણાવ્યા અનુસાર, બોરમ ની બંને ચેનલો દર મહિને 3.1 મિલિયન ડોલર એટલે કે 21 કરોડ રૂપિયા કમાય છે.