ઉતરપ્રદેશ(Uttar Pradesh): મૈનપુરી(Mainpuri)માં 6 વર્ષના છોકરાની પેન્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. બાળકનો દોષ માત્ર એટલો જ હતો કે તે પરિવારનો એક સભ્ય હતો જેણે દબંગ યુવક પાસેથી મજૂરી તરીકે 300 રૂપિયાની માંગણી કરી હતી. આરોપ છે કે થોડા દિવસ પહેલા ગામના એક દબંગ યુવકે મજુરીની માંગણી પર મારપીટ કરી હતી. આ પછી બુધવારે મોડી સાંજથી માસૂમ ગાયબ થઈ ગયો હતો. પરિવારજનોએ પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી.
આ સમગ્ર ઘટના મૈનપુરીના થાણા કરહાલ વિસ્તારના ગાડિયા ખજુરારા ગામની છે. જ્યાં સવારે નસરુદ્દીનના 6 વર્ષના પુત્ર સાહાનબાઝનો મૃતદેહ ઘર પાસેના ખેતરમાં પડેલો મળી આવ્યો હતો. જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પિતા નસરુદ્દીને જણાવ્યું કે, બાળક સાંજે 6 વાગ્યાથી ગુમ હતો, જેના વિશે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં હત્યારાએ તેના ગળામાં પેન્ટનો ફાંસો બાંધીને બાળકની હત્યા કરી હતી. લાશને નજીકના ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી.
ત્રણ દિવસ પહેલા વેતનને લઈને થયો હતો વિવાદ
પુત્રનો મૃતદેહ મળ્યા બાદ પરિવારમાં શોકનો માહોલ છે. નસરુદ્દીને જણાવ્યું કે, 3 દિવસ પહેલા ગામના જ દબંગ પાસેથી 300 રૂપિયા વેતનની માંગણી પર વિવાદ થયો હતો. આ સાથે આરોપી દબંગે ગાળો બોલતા મારપીટ પણ કરી હતી. આ પછી બુધવારે જ પુત્ર ગાયબ થઈ ગયો હતો. જેની જાણ પોલીસને કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ગુરુવારે સવારે બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અધિક પોલીસ અધિક્ષક મધુબન કુમારે જણાવ્યું હતું કે તેના પિતાની ફરિયાદ પર યુવક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.