સુરતમાં 6 વર્ષીની બાળકીનું અપહરણ, CCTV આવ્યા સામે. જુઓ વિડીયો

રાજ્યમાંથી અનેકવાર અપહરણની ઘટના સામે આવતી હોય છે ત્યારે સુરતમાં પુણાના પરવત પાટિયા ખાતે બ્રિજ નીચે એક શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં 6 વર્ષની દીકરી મોનિકા(નામ બદલ્યું છે) પણ છે. બે દિવસથી શ્રમજીવી પરિવારની બાજુમાં એક કપલ આવીને સુઈ જતું. રવિવારે બપોરે આ કપલ મોનિકા અને અન્ય બે કિશોરીઓને પોતાની સાથે નહાવા નહેર પર લઈ ગયા હતા. ત્યાંથી તેઓ મોનિકાનું અપહરણ કરીને નાસી ગયા હતા. જ્યારે અન્ય બે બાળકીઓને નહેર પર જ છોડી દીધી હતી. પરિવારે મોનિકાની શોધખોળ કરતાં તે મળી ન હતી. સાંજે 6 વાગે પુણા પોલીસને માહિતી આપતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ કરી હતી.

પોલીસે આસપાસના સીસી ફુટેજ ચેક કરતા કપલ બાળકીને લઈ જતા દેખાય છે. એક સ્થળે રીક્ષામાં બેસતા પણ દેખાય છે.પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ખાનગી બસ સ્ટેશન, સહારા દરવાજા પાસેની ફ્રુટ માર્કેટ, કડોદરા ચાર રસ્તા વિસ્તારમાં 4 ટીમો મોકલીને આ બાળકીને શોધવાનો પ્રયાસ કર્યો ચાલુ રાખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *