હાલમાં જ અમેરિકાના(America) ન્યૂયોર્કમાંથી(New York) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર અહીં એક બાળકી બે વર્ષથી એક સિક્રેટ રૂમમાં બંધ હતી અને હવે જ્યારે પોલીસે તેને શોધી કાઢી તો તે સંપૂર્ણ પણે સ્વસ્થ હતી.
યુએસ પોલીસના જણાવ્યા અનુસાર બે વર્ષથી વધુ સમયથી ગુમ થયેલી છ વર્ષની બાળકી ન્યુયોર્ક રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ઘરની સીડી નીચે કામચલાઉ રૂમમાં છુપાયેલી મળી આવી હતી. પેસલી શલ્ટિસ નામની આ છોકરી 2019 માં ગુમ થઈ હોવાનું નોંધાયું હતું, તે સમયે પોલીસને તેના સાવકા માતાપિતા કિમ્બર્લી અને કિર્ક પર શંકા હતી. પોલીસને આશંકા છે કે તેઓએ બાળકીની કસ્ટડી ગુમાવ્યા બાદ તેનું અપહરણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, તેના માતા-પિતાને બાળકને પોતાની સાથે રાખવાનો કાનૂની અધિકાર નથી.
પોલીસને ૨૦૧૯માં તેની લાપતા થવાની માહિતી મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અપહરણ બાદ આ દીકરી પિતા સાથે ઘરના એક ગુપ્ત રૂમમાં મળી આવી હતી. આ રૂમ ઘણો નાનો, ઠંડો અને ભેજવાળો હતો. પોલીસને એક ટીપ મળી હતી કે યુવતી જ્યાંથી ગાયબ થઈ હતી ત્યાંથી તેને 240 કિમી દૂર ગુપ્ત જગ્યાએ રાખવામાં આવી છે. ત્યારબાદ પોલીસે ન્યુયોર્કના સ્પેન્સર શહેરમાં ઘરની તપાસ માટે વોરંટ મળ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, ‘ઘરની તલાશી લેવામાં એક કલાકથી વધુ સમય લાગ્યો, પરંતુ છોકરી મળી ન હતી. ત્યારબાદ જાણવા મળ્યું કે, છોકરીને એક ગુપ્ત રૂમમાં લઈ જવામાં આવી હતી, એક બંધ સીડીની નીચે રાખવામાં આવી હતી. પછી તે રહેઠાણના ભોંયરા માંથી મળી આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ આશ્ચર્યચકિત હતા કે છોકરીના અપહરણકારોએ તેને આટલા લાંબા સમય સુધી કેવી રીતે છુપાવી રાખી હતી. અહીં સારી વાત એ છે કે હાલ છોકરીની તબિયત સારી છે અને તેની સાથે દુર્વ્યવહાર થયો હોવાના કોઈ પુરાવા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.