દેશમાં કોરોના(Corona)ના કેસોમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લીધે દેશના અલગ અલગ રાજ્યમાં સરકારે ધીમે ધીમે કોરોનાના પ્રતિબંધો હળવા કરી દીધા છે અને ધીમે ધીમે કોરોનાની ગાઈડલાઈન્સ(Corona’s guidelines)ને અનુસરીને તહેવારો ઉજવવાની પણ છૂટ આપી દેવામાં આવી છે. પરંતુ સરકારે શાળા ખોલવાના આદેશ આપી દીધા બાદ વિધાર્થીઓ શાળાએ જઈ રહ્યા છે, પરંતુ વિધાર્થીઓ પણ હવે સુરક્ષિત હોય તેવું લાગી રહ્યું નથી. શાળામાં એનક વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા આરોગ્ય તંત્ર(Health system) દોડતા થયા છે.
દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે. કર્ણાટક(Karnataka)ની રાજધાની બેંગલુરુ(Bengaluru)માં એક શાળામાં 60 બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. બેંગલુરુ સિટી અર્બન ડેપ્યુટી કમિશનર જે મંજુનાથે જણાવ્યું હતું કે, શહેરમાં શ્રી ચૈતન્ય શૈક્ષણિક સંસ્થાના નામથી એક શૈક્ષણિક સંસ્થા છે. અહીં રવિવારે એક બાળકને ઉલ્ટી અને ઝાડાની ફરિયાદ થઈ. જે પછી, તાત્કાલિક કાર્યવાહી કરીને અમે તમામ 480 વિદ્યાર્થીઓની તપાસ કરી હતી અને જેમાંથી 60 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
This is Sri Chaitanya educational institution. On Sunday evening, one student complained of vomitting & diarrhoea. We immediately sprung into action. There were 480 students, all were checked. 60 students tested positive: J Manjunath, Bengaluru Urban Deputy Commissioner#COVID19 pic.twitter.com/i3LoAkDWiD
— ANI (@ANI) September 29, 2021
મંજુનાથે જણાવતા કહ્યું છે કે, તે હોસ્ટેલ સ્કૂલ છે, વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી ત્યાં રહેતા હતા અને જ્યારે તેઓ આવ્યા ત્યારે તેમને કોઈ લક્ષણો નહોતા. કોરોના સંક્રમિત મળી આવેલા 60 વિદ્યાર્થીઓમાંથી માત્ર 2 વિદ્યાર્થીઓએ કોવિડના લક્ષણો સામે આવ્યા છે. અમારી ટીમ ત્યાં છે, અમે દરેક વિધાર્થીઓના ટેસ્ટ કરી રહ્યા છીએ.
શહેરી ડેપ્યુટી કમિશનર જે મંજુનાથે વધુમાં જણાવ્યું હતું કે, પ્રશાસન દ્વારા 7 મા દિવસે પણ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યું કે, શાળા 20 ઓક્ટોબર સુધી બંધ છે. ચિંતા કરવાની કોઈ વાત નથી, વહીવટીતંત્રે સાવધાની સાથે આ પગલું ભર્યું છે. કોરોના પોઝિટિવ મળી આવેલા 60 વિદ્યાર્થીઓમાંથી 14 વિદ્યાર્થીઓ તમિલનાડુના છે, બાકીના રાજ્યના વિવિધ વિસ્તારના છે.
તામિલનાડુમાં કોરોના વાયરસના 1,630 અને કર્ણાટકમાં 629 કેસ નોંધાયા છે:
તમિલનાડુમાં મંગળવારે કોરોના વાયરસના 1,630 નવા કેસ નોંધાયા બાદ સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 26,60,553 થઈ ગઈ. તે જ સમયે, કર્ણાટકમાં મંગળવારે સંક્રમણના 629 નવા કેસ નોંધાયા છે અને 17 દર્દીઓના મોત થયા છે. તમિલનાડુના એક મેડિકલ બુલેટિન અનુસાર, ચેપને કારણે 17 લોકોના મોત બાદ, મૃતકોની કુલ સંખ્યા વધીને 35,526 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1,634 લોકોનાસંક્રમણમાંથી સાજા થયા બાદ, સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 26,07,796 થઈ ગઈ છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 17,231 છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.